નવી દિલ્હી: કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને રાજ્યસભા સાંસદ સોનિયા ગાંધીને દિલ્હીની સર ગંગારામ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. ગઈકાલે પેટ સંબંધિત સમસ્યાને કારણે તેમને અહીં દાખલ કરવામાં આવ્યા હતા મળતી માહિતી અનુસાર, ગુરુવારે આ બાબતની જાણકારી આપવામાં આવી હતી.
તમને જણાવી દઈએ કે, સોનિયા ગાંધી ડિસેમ્બર 2024 માં 78 વર્ષના થઈ ગયા છે. મળતી માહિતી અનુસાર, તેમણે ગુરુવારે સવારે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. એક ડોક્ટરની ટીમ તેમની દેખરેખ રાખી રહી હતી. રિપોર્ટ અનુસાર, સોનિયા ગાંધી ગેસ્ટ્રોએન્ટરોલોજીના નિષ્ણાંત ડૉક્ટર સમીરન નંદીના દેખરેખમાં હતા.
રિપોર્ટ અનુસાર, સર ગંગારામ હોસ્પિટલમાં મેનેજમેન્ટ બોર્ડના અધ્યક્ષ ડૉ. અજય સ્વરૂપે જણાવ્યું કે, સોનિયા ગાંધીને પેટ સાથે જોડાયેલા કોઈ સમસ્યાના કારણે ગુરુવારે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ડૉ. સ્વરૂપે કહ્યું કે, જોકે કોઈ મોટી ચિંતા જેવી વાત નથી. શુક્રવાર સુધી તેમને રાજા મળી જશે તેવી પૂરી શક્યતા છે.
Congress Parliamentary Party Chairperson Sonia Gandhi was admitted to Sir Ganga Ram Hospital in Delhi this morning at 8:30 am due to stomach related issues. She underwent a routine check-up and is now stable and is under observation: Sir Ganga Ram Hospital
— ANI (@ANI) February 20, 2025
હકીકતમાં, 78 વર્ષીય સોનિયા ગાંધીને તેમની ઉંમરના કારણે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓના કારણે ભૂતકાળમાં ઘણી વખત સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યારે સોનિયા ગાંધીએ સંસદના બજેટ સત્રમાં ભાગ લીધો હતો ત્યારે તેઓ ઠીક હતા. તેઓ 13 ફેબ્રુઆરીએ સંસદમાં રાજ્યસભાના બજેટ સત્ર દરમિયાન જોવા મળ્યા હતા. 10 ફેબ્રુઆરીએ સોનિયા ગાંધીએ સરકારને વહેલી તકે વસ્તી ગણતરી હાથ ધરવા કહ્યું હતું. તેમણે દાવો કર્યો હતો કે, દેશમાં લગભગ 14 કરોડ લોકો ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ મળતા લાભોથી વંચિત છે. સોનિયા ગાંધીએ યુપીએ સરકાર દ્વારા શરૂ કરાયેલ NFSAને દેશની કરોડો વસ્તી માટે ખાદ્ય અને પોષણ સુરક્ષા સુનિશ્ચિત કરવાના હેતુથી ઐતિહાસિક પહેલ ગણાવી હતી.
તમને જણાવી દઈએ કે, તેમની વધતી ઉંમરને કારણે સોનિયા ગાંધીએ પણ આ વખતે લોકસભા ચૂંટણી નહીં લડવાનો નિર્ણય લીધો હતો. ઉપરાંત તેઓ લોકસભાની ચૂંટણી પહેલા જ રાજ્યસભાના સભ્ય બની ગયા હતા. જે બાદ તેમના સ્થાને રાહુલ ગાંધી રાયબરેલી સંસદીય ક્ષેત્રથી ચૂંટણી લડ્યા હતા અને જીત્યા હતા. સોનિયા ગાંધી લાંબા સમયથી કોંગ્રેસના અધ્યક્ષ છે અને રાષ્ટ્રીય સલાહકાર પરિષદ જેવા અન્ય ઘણા મહત્વપૂર્ણ પદો પર પણ સેવા આપી છે.
આ પણ વાંચો: