અમરેલીની સીમમાં વનરાજના આંટાફેરા, લોકો ફફડી ઊઠ્યા - trending in gujarat
🎬 Watch Now: Feature Video
અમરેલી જિલ્લો સિંહનું (Amreli lion video viral) ઘર ગણાતું અને બૃહદ્ ગીરની ઓળખાણ ધરાવતો વિસ્તાર છે. જ્યાં સિંહ વસવાટ કરે છે. ત્યારે બુધવીરે સાવરકુંડલામાં અમરેલી હાઇવે ઉપર 4 સિંહ આવી(trending in india) ચડ્યા હતા. નિલગાયનો શિકાર કરવા સિંહ શહેરી વિસ્તાર નજીક અને હાઇવે નજીક પહોંચ્યાં. વાહન ચાલકો (video herd of lions Amreli goes viral) ચિંતામાં મુકાયા. કારણ કે, આવતા દિવસોમાં શહેરમાં પ્રવેશી શકે છે. જિલ્લામાં સિંહની સંખ્યા વધી રહી છે. જિલ્લાના ગામડાંઓમાં જ નહીં પણ શહેરોના પાદરમાં પણ સિંહ આંટાફેરા મારતા જોવા મળી રહ્યા છે. સૌથી વધારે રાજુલા, જાફરાબાદ, પીપાવાવ, કોસ્ટલ, ખાંભા, લીલીયા જવામાં ઘણીવાર જોવા (trending in gujara ) મળી રહ્યા છે. જેમાં સિંહને માનવ વસાહત વચ્ચેનું વાતાવરણ વધુ અનુકૂળ આવી રહ્યું છે. સિંહ ગામડાંની બજારો સુધી આવી પશુઓના શિકાર કરી રહ્યાં છે. આંટાફેરા કરી રહ્યા છે. પરંતુ હવે સિંહ શહેરી વિસ્તાર તરફ વળ્યા છે. લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. વન વિભાગની ચિંતા વધી છે. અમરેલી જિલ્લામાં સિંહો હવે શહેરના પાદર સુધી પહોંચી રહ્યા છે. આમ તો રોડ પર પણ અવાર-નવાર સિંહ જોવા મળતા હોય છે. ઘણીવાર સ્થાનિક વાહનચાલકો દ્વારા મોબાઈલમાં સિંહનો વીડિયો ઊતારવામાં આવતો હોય છે. રસ્તા વચ્ચે સિંહ આવી જવાના કારણે વાહનો ઊભા રાખવાની ફરજ પડતી હોય છે. બે દિવસ પહેલાંના એક વીડિયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો હતો. જ્યારે ઘણીવાર રાજુલા શહેરના પ્રવેશ માર્ગ હિંડોરણા માર્ગ ઉપર પણ તેમજ આજુબાજુના વિસ્તારોમાં પણ ઘણીવાર સિંહ પરિવાર સાથેના પણ વીડિયો વાયરલ(Amreli lion video viral) જોવા મળતા હોય છે. શહેરી વિસ્તારમાં માનવ વિસ્તારમાં પણ અગાઉ સિંહ આવી ચડ્યાં હતા. વનરાજ પહોંચતા સ્થાનિક લોકોમાં ચિંતા વધી હતી.
Last Updated : Feb 3, 2023, 8:38 PM IST