જંગલ વિસ્તાર છોડી દીપડો શહેરમાં ઘુસ્યો, પછી થયું આવું - Leopard walk in Surat
🎬 Watch Now: Feature Video

સુરત જિલ્લાના કામરેજ તાલુકાના ધોરણ પારડી ખાતે (Leopard in Dhoran Pardi) દીપડો દેખાયો છે. દીપડાની લટાર CCTV કેમેરામાં કેદ થઈ છે. સુરત જિલ્લામાં હાલ સતત દીપડાઓ જંગલ વિસ્તાર છોડીને શિકારની શોધમાં માનવ વસ્તી તરફ આવી રહ્યા છે. જેને લઇને સ્થાનિકોમાં એક ભયનો માહોલ ઉભો થયો છે. કામરેજ તાલુકાના ધોરણ પારડી ગામે દીપડો દેખાતા અફરા તફરી મચી (Leopard walk in Surat) ગઈ હતી. દીપડાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. ઉલ્લેખનીય છે કે 11 દિવસ અગાઉ પણ આ જ જગ્યા પર દીપડો દેખાયો હતો. ત્યારે આ બાબતે સમગ્ર ઘટનાની જાણ કામરેજ વન વિભાગની (Surat Forest Department) ટીમને કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
Last Updated : Feb 3, 2023, 8:27 PM IST