સોશિયલ મીડિયામાં અફવાઓ ફેલાવી પડી ભારે - Social media viral video of zhankhawav
🎬 Watch Now: Feature Video

સુરત ઝંખવાવ ખાતે વિદ્યાર્થીઓના મૃતદેહ મળી (Social media rumor in Surat) આવ્યા છે. જેવી સોશિયલ મીડિયામાં અફવા ઉડાવનાર શખ્સોને પોલીસે દબોચી લીધા હતા. સોશિયલ મીડિયામાં એક ઓડિયો વાયરલ થયો છે. જેમાં બે શખ્સો વાતચીત કરી રહ્યા હતો જેમાં એક શખ્સ જણાવી રહ્યો છે કે, સુરત જિલ્લાના માંગરોળ ખાતે આવેલ ઝંખવાવ 17થી 18 સ્કૂલ બાળકોના મૃતદેહ મળ્યા છે. બાળકો ઉપાડી જવા વાળી ગેંગ બે સાગરીતો ઝંખવાવથી ઝડપાઈ ગયા છે. સોશિયલ મીડિયામાં આ ઓડિયો વાયુવેગે ફેલાઇ રહ્યો હતો (Social media viral video of zhankhawav) અને લોકોમાં એક ભયનો માહોલ ઉભો થઇ હતો. ઓડિયો ક્લિપ વાયરલ થતાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરીને અફવા ફેલાવનાર શખ્સોને પોલીસે ઝડપી લીધા હતા. પોલીસ તપાસમાં માંગરોળના પાલોદ ખાતે આશીર્વાદ રો હાઉસમાં રહેતા મહેશ રતિલાલ લાજેવારનું નામ બહાર આવ્યું હતું. પોલીસે ગણતરીની મિનિટોમાં તેને ઝડપી લીધો હતો. તેઓનો મોબાઈલ ચેક કરતા તે માંથી ઓડિયો ક્લિપ મળી આવી હતી. જેમાં સામે વાત કરનાર વ્યક્તિ કીમ ચાર રસ્તા પાસે રહેતા જીતેન્દ્ર ખુશી રામ શાહ હોવાનું સામે આવ્યું હતું. હાલ પોલીસે બંને શખ્સોને ઝડપી લીધા છે. (Surat zhankhawav Dead bodies students)
Last Updated : Feb 3, 2023, 8:28 PM IST