અમદાવાદ: શહેરમાં દરરોજ રખડતા ઢોરના કારણે કેટલાક એક્સિડન્ટ થાય છે અને રોડ પર રખડતા ઢોરના કારણે ઘણી વખત એક્સિડન્ટમાં લોકોના મૃત્યુની ઘટના પણ સામે આવે છે. પરિણામે ફરી એકવાર રોડ પર રખડતા ઢોર જોવા મળી રહ્યા હોવાની ફરિયાદ ઉઠી છે. આ મુદ્દે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ કમિટીમાં ભાજપના દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી. જેના પરિણામે ઢોર નિયંત્રણ પોલિસી અમદાવાદ શહેરમાં લાગુ કરવામાં આવી છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સોલિડ એન્ડ વેસ્ટ મેનેજમેન્ટ કમિટીમાં ભાજપના ચેરમેન સહિત તમામ કોર્પોરેટરે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અને અધિકારીને ફરિયાદ કરી હતી કે, રોડ પર રખડતા ઢોરોનો ત્રાસ વધ્યો છે. કેટલાક વિસ્તારમાં રખડતા ઢોરના કારણે નાગરિકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
આ મુદ્દે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ કમિટી ચેરમેન જશુભાઈ ઠાકોરે જણાવ્યું હતું કે, 'શહેરમાં દરેક વિસ્તારમાં દિવસે અને રાત્રે ઢોર રખડતા હોવા અંગેની ફરિયાદ મળી છે. તમામ વિસ્તારોમાં ઢોર રખડતા જોવા મળી રહ્યા છે, ત્યારે સીએનડીસી વિભાગની ટીમ દ્વારા રોડ પર રખડતા ઢોરોને પકડીને ડબ્બે પુરાવા અંગેની સૂચના આપવામાં આવી છે.'
ઉલ્લેખનીય છે કે, અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી ફરી રખડતા ઢોર જોવા મળી રહ્યા છે. રખડતા ઢોરની રોજની 30 થી વધુ ફરિયાદ મળે છે. કેટલાક વિસ્તારમાં ગાયોને રોડ પર ઘાસચારો નાખવામાં પણ આવી રહ્યો છે. આ અંગેની હેલ્થ એન્ડ સોલીડ વેસ્ટ કમિટીમાં ફરિયાદ કરવામાં આવી હતી. કમિટીમાં રજૂઆત કરવામાં આવી કે કેટલાક વિસ્તારમાં ફરી ગાય રોડ પર દેખાઈ રહી છે. ઢોર અંકુશ ખાતાની કામગીરી સઘન બનાવવાની જરૂર છે. સીએનસીડી વિભાગની કામગીરી સઘન બનાવવા તાર્કિક કરવામાં આવી છે.
આ પણ વાંચો: