રહેણાંક વિસ્તારમાં દીપડાએ જર્મન શેફર્ડ શ્વાન પર હુમલો કર્યો, વન વિભાગે પાંજરું ગોઠવ્યું
🎬 Watch Now: Feature Video
ચીખલી તાલુકાના કુકેરી ગામે રાજપૂતનગરમાં દીપડાએ જર્મન શેફર્ડ શ્વાન પર હુમલો ( leopard attacked a German shepherd dog ) કર્યો હતો. વન વિભાગ દ્વારા દીપડાને પાંજરે પુરવા માટે કવાયત હાથ ધરવામાં આવી છે. જંગલોના નિકંદનને કારણે વન્ય પ્રાણીઓ પોતાનું અસ્તિત્વ ટકાવવા માનવ વસ્તી તરફ આગળ વધી રહ્યા છે અને અવારનવાર રહેણાંક વિસ્તારમાં જોવા મળી રહ્યા છે. નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના કુકેરી ( leopard in kukeri village ) ગામે રાત્રિના સમયે કદાવર દીપડાએ રાજપૂતનગરમાં રાત્રે બહાર સૂતેલા જર્મન શેફર્ડ શ્વાન પર હુમલો કર્યો હતો. દીપડાએ કરેલ હુમલાના દ્રશ્યો CCTV માં કેદ થયા હતાં. સ્થાનિકોએ વન વિભાગને જાણ કરતા ( Chikhali Forest Department ) ત્રણ નાઈટ વિઝન કેમેરા સાથે કદાવર દીપડાને પકડવા માટે પાંજરું ગોઠવવામાં આવ્યું છે. દીપડાએ શ્વાન પર કરેલા હુમલા બાદ સ્થાનિકોમાં પણ ભયનો માહોલ સર્જાયો છે. ચીખલી વન વિભાગે પાંજરું ગોઠવ્યું છે તેમાં વહેલી તકે દીપડો પુરાય તેવી સ્થાનિકો આશા સેવી રહ્યા છે.
Last Updated : Feb 3, 2023, 8:30 PM IST