સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં કોન્વોકેશન હોલ કૌભાંડ મામલે જાહેર હિસાબ સમિતિએ કરી તપાસ - કોન્વોકેશન હોલ
🎬 Watch Now: Feature Video
રાજકોટ: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વર્ષ 2008માં તત્કાલિન કુલપતિ કમલેશ જોશીપુરા અને વાઇસ કુલપતિ કલ્પક ત્રિવેદીના સમયગાળામાં ટેન્ડર વર્ક ઓર્ડર વિના અધૂરૂ બાંધકામ શરૂ થયું હતું. બુધવારે જાહેર હિસાબ સમિતિના ચેરમેન પુંજા વંશ સહિતની ટીમ સ્થળ તપાસ કરી હતી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કોન્વોકેશન હોલ માટે દાનવીર દાતા સી. યુ. શાહે 2007માં દાનની ઓફર કરી હતી. 2008માં 3.5 કરોડના ખર્ચે કોન્વોકેશન હોલ બનાવવાનું કામ નિશ્ચિત થયુ હતું. 2010માં દાતાનું બાંધકામ માટે અનુમોદન લેવાયું. 50 લાખના દાન સામે 1 કરોડ 68 લાખનો ખર્ચ થયો. ભ્રષ્ટાચાર અને ગેરરીતિની વ્યાપક ફરીયાદ બાદ 2011માં કોન્વોકેશન હોલનું કામ બંધ કરવામાં આવ્યું. 2016ની સેનેટમાં કોન્વોકેશન હોલનું કામ શરૂ કરવાની ખાત્રી આપવામાં આવી. તાજેતરમાં મળેલી સીન્ડિકેટમાં કોન્વોકેશન હોલ માટે વધુ 75 લાખનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યા છે.