જામનગર જિલ્લામાં વધુ એક દુષ્કર્મની ઘટનાઃ જામજોધપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ, આરોપી ફરાર - Vilaspur
🎬 Watch Now: Feature Video

જામનગરઃ જિલ્લામાં સામુહીક દુષ્કર્મની ઘટના બાદ વધુ એક દુષ્કર્મની ઘટના બની છે. જામનગરના જામજોધપુરના એક ગામમાં બે મહિના પહેલા નરાધમે સગીર વયની યુવતિ પર બે વખત દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના બની છે. વિલાસપુરના ઇસમે સગીરા પર બે વખત દુષ્કર્મ કર્યો હોવાની ફરિયાદ જામજોધપુર પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે. ફરાર આરોપીને ઝડપી પાડવા માટે જામનગર પોલીસે જુદી-જુદી ટીમો બનાવી શોધખોળ શરૂ કરી છે.