ચોમાસાનાં પ્રથમ વરસાદે ગિરનાર અને દાતાર પર્વતોનું સૌંદર્ય ખીલી ઉઠયું, લોકોએ માણી પ્રકૃતિની મજા - The beauty of Girnar and Datar

By ETV Bharat Gujarati Team

Published : Jul 1, 2024, 7:51 PM IST

thumbnail
ગિરનાર અને દાતારની પહાડીઓ પ્રાકૃતિક સૌંદર્યથી ખીલી ઉઠી (ETV Bharat Gujarat)

જુનાગઢ: આજે ચોમાસાનો કહી શકાય તેવો પ્રથમ વરસાદ જુનાગઢમાં વરસ્યો હતો. રાત્રેથી શરૂ થયેલા ધીમી ધારે વરસાદને કારણે ગિરનાર અને દાતારનું પ્રાકૃતિક સૌંદર્ય ખીલી ઉઠ્યુ હતુ. જેને માણવા માટે ખૂબ મોટી સંખ્યામાં લોકો વિલિંગ્ડન બંધ ખાતે પહોંચ્યા હતા. ચોમાસા દરમિયાન દાતાર અને ગિરનારનું પ્રાકૃતિક સૌંદર્ય કેરલ અને કાશ્મીર જેવુ બની રહે છે, જે પ્રકૃતિ પ્રેમીઓને અહીં સુધી ખેંચી લાવે છે. 

પ્રથમ વરસાદે કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું: ગત રાત્રિના સમયથી જુનાગઢ શહેરમાં ધીમીધારે વરસાદનું આગમન થયું હતું. જે આજે વહેલી સવાર સુધી સતત જોવા મળતો હતો. જેને કારણે ગિરનાર અને દાતારની પહાડીઓ પ્રાકૃતિક સૌંદર્યથી ખીલી ઉઠી હતી. ગિરનાર અને દાતાર પર્વત પર પડેલા વરસાદ રૂપે જુનાગઢ શહેર તરફ આવતા જોવા મળ્યા હતા. ચોમાસા દરમિયાન આ કુદરતી નજારો માણવા માટે ખૂબ મોટી સંખ્યામાં લોકો ગિરનાર અને દાતાર પર્વત પર આવતા હોય છે. દર વર્ષે ચોમાસા દરમિયાન આ જ પ્રકારનો કુદરતી નજારો વરસાદ દરમિયાન જોવા મળતો હોય છે. ગિરનારને દાતાર પહાડીઓ પરથી આવતું વરસાદી પાણી લોકોને ખૂબ જ આકર્ષિત કરે છે. જેને લઈને પણ લોકો ખૂબ જ ઉત્સાહિત બનીને દાતારની પહાડીઓ તરફ વરસતા વરસાદમાં ઝરણાં રૂપે આવતા વરસાદી પાણીની જોવા માટે પણ ખૂબ જ તલપાપડ પણ હોય છે.  

કાશ્મીર અને કેરલ જેવું વાતાવરણ: ચોમાસાના ચાર મહિના સુધી ગિરનાર અને દાતારનું કુદરતી સૌંદર્ય કાશ્મીર અને કેરળને પણ ટક્કર મારે તેવું જોવા મળે છે વરસાદને કારણે પહાડો પરથી સતત વહેતા ઝરણા અને જંગલ એકદમ લીલુંછમ્મ બને છે અને જ્યાં નજર કરો ત્યાં એકમાત્ર કુદરતી ખજાનો નજર સમક્ષ જોવા મળતો હોય છે. જેને લઈને પણ ખૂબ મોટી સંખ્યામાં લોકો કુદરતના નજારા ને નજર સમક્ષ નિહાળવા માટે ગિરનાર અને દાતારની પહાડીઓ પર આવતા હોય છે. રજા અને તહેવારોના સમય દરમિયાન ચોમાસાના દિવસોમાં ખૂબ મોટી સંખ્યામાં બહારથી પણ પ્રવાસીઓ કુદરતને નજર સમક્ષ નિહાળવા માટે જુનાગઢ આવતા હોય છે. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.