ઉમરપાડાનાં જંગલોની વચ્ચે આવેલો દેવઘાટ ધોધ સોળે કળાએ ખીલી ઉઠ્યો - Devghat waterfall - DEVGHAT WATERFALL
🎬 Watch Now: Feature Video


Published : Jul 5, 2024, 9:46 PM IST
સુરત: ઉમરપાડાનાં જંગલોની વચ્ચે આવેલો દેવઘાટ ધોધ સોળે કળાએ ખીલી ઉઠ્યો છે. સતત વરસી રહેલા વરસાદને પગલે જંગલોનું પાણી સીધું દેવઘાટના ધોધમાં આવે છે. જેથી ધોધ વહેતો થતાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઊઠી છે. દર ચોમાસાની ઋતુમાં આ નયન રમ્ય દૃશ્યો નિહાળવા દૂર દૂરથી પ્રવાસીઓ આવે છે. સુરત જિલ્લાના ઉમરપાડા પંથકમાં દેવઘાટ ખૂબ જ પ્રસિદ્ધ પર્યટક સ્થળ છે. સરકાર દ્વારા વિકાસ કરાતાં આ પંથકના ખાસ કરીને ખેતી પર નભતા લોકો માટે રોજગારીની તક ઊભી થઇ હતી. જંગલોથી ઘેરાયેલા દિવતણ ગામમાં આવેલા દેવઘાટનો કાયાકલ્પ થઇ ગયો છે. કરોડોના ખર્ચે ઇકો ટૂરિઝમ કેમ્પ સાઈટ અને વન-કેન્ટીન શરૂ કરાઈ છે. આ જંગલમાં દુર્લભ વૃક્ષોની જાતો જોવા મળે છે. સતત વરસાદને પગલે ધોધ વહેતો થતાં અહીં નયન રમ્ય દૃશ્યો નિહાળવા દર વર્ષે સહેલાણીઓની ભારે ભીડ જોવા મળે છે.