ગુજરાત

gujarat

ETV Bharat / videos

તાપી જિલ્લાના ઉકાઈ ડેમમાં ફરી પાણીની આવકમાં વધારો, ડેમના 6 ગેટ 5.5 ફૂટ સુધી ખોલાયા - Surat tapi rain update - SURAT TAPI RAIN UPDATE

By ETV Bharat Gujarati Team

Published : Sep 27, 2024, 4:35 PM IST

તાપી: જિલ્લામાં ગતરોજ મોડી રાત્રે પડેલા ધોધમાર વરસાદને પગલે ઉકાઈ ડેમમાં પાણીની આવકમાં ફરી વધારો નોંધાયો છે. ત્યારે ઉકાઈ ડેમના ઉપરવાસમાંથી 1,13,567 ક્યુસેક પાણીની અવાક નોંધાઈ છે. જ્યારે ડેમ માંથી 78,644 ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. હાલ ડેમના 6 ગેટ 5.5 ફૂટ ખોલીને તાપી નદીમાં પાણી છોડવાની કાર્યવાહી ડેમના સત્તાધીશો દ્વારા કરવામાં આવી રહી છે, ઉકાઈ ડેમની જળ સપાટી 344.05 ફૂટ પર પહોંચી છે. ત્યારે ઉકાઈ ડેમ તેની ભયજક સપાટીથી માત્ર એક ફૂટ દૂર છે. ડેમની ભયજનક સપાટી 345 ફૂટ છે. ડેમના સત્તાધીશોનું કહેવું છે કે, ડેમના ઉપરવાસમાંથી જે રીતે પાણીની આવક નોંધાશે, તે જોઈ ડેમના ગેટ ઓપરેશનની કાર્યવાહી કરવામાં આવશે, સાથે તાપી નદીના આસપાસના નીચાણ વાળા ગામોને તંત્ર દ્વારા એલર્ટ પણ કરી દેવામાં આવ્યા છે.

ABOUT THE AUTHOR

...view details