મહારાષ્ટ્રમાં વિરોધ પ્રદર્શન, મોટી સંખ્યામાં રસ્તા પર નીકળ્યા લોકો - સોલાપુર સમાચાર ગુજરાતી
🎬 Watch Now: Feature Video
સોલાપુર: ભાજપના પ્રવક્તા (Former BJP Spokesperson Nupur Sharma) નુપુર શર્માની ધરપકડની માંગ સાથે દેશના વિવિધ ભાગોમાં મુસ્લિમો દ્વારા વિરોધ પ્રદર્શન (Massive Protest In Solapur) કરવામાં આવી રહ્યા છે. નૂપુર શર્માએ પયગંબર મોહમ્મદ (સ.અ.વ.) પર વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. તેમના વિવાદાસ્પદ નિવેદન (Controversial Statement Nupur Sharma) સામે સમગ્ર મહારાષ્ટ્રમાં મહિલાઓએ વિરોધ પ્રદર્શન કર્યું છે. નવી મુંબઈમાં મહિલાઓની વિરોધ માર્ચ દરમિયાન સોલાપુરમાં પણ મહિલાઓએ તથા મુસ્લિમ લોકોએ રસ્તા પર ઊતરીને વિરોધ કર્યો હતો. MIM નેતા ફારૂક શાબ્દીના નેતૃત્વમાં મોરચો કાઢવામાં આવ્યો (Protest March on Road) હતો. MIM પાર્ટીના કાર્યકરોએ સોલાપુર જિલ્લા કલેક્ટર ગેટની સામે સૂત્રોચ્ચાર કર્યા હતા. MI પાર્ટી વતી બીજેપી નેતાઓ દ્વારા આપવામાં આવેલા નિવેદનનો સોલાપુર જિલ્લા કલેક્ટર ઓફિસની સામે પૂનમ ગેટ પર વિરોધ કરવામાં આવ્યો હતો.