પાવાગઢ મહાકાળી મંદિરને મળ્યું સવા કિલો સોનાનું છત્ર અને 1.11 કરોડનું દાન - પંચમહાલ સમાચાર
🎬 Watch Now: Feature Video

પંચમહાલ: યાત્રાધામ પાવાગઢ સાથે લાખો ભક્તોની આસ્થા સંકળાયેલી છે. મૂળ રાજસ્થાનના અને હાલ સાબરકાંઠાના હિંમતનગરમાં વસવાટ કરતાં બાબુલાલ રાજ પુરોહિત પરિવારની પણ અતૂટ શ્રદ્ધા જોડાયેલી છે. દેવ દિવાળીના પાવન પર્વે આ પરિવારે માતાજીને સવા કિલો સોનાનું છત્ર (gold umbrella and donation of more than 1 crore) અને 1.11 કરોડનું જાહેરમાં દાન કર્યુ હતું. પાવાગઢ મંદિરમાં (Pavagadh Mahakali temple ) આ પ્રકારે સોનાનું છત્ર અને જાહેરમાં દાન કરવાની આ પ્રથમ ઘટના હોઈ શકે છે.