નવસારીમાં મધ્યરાત્રીએ દીપડો દેખાતા લોકોમાં સર્જાયો ભયનો માહોલ - દીપડાનો વીડિયો વાયરલ
🎬 Watch Now: Feature Video

નવસારી : નવસારીના વાંસદા વિસ્તારમાં પણ અવારનાર જંગલી પ્રાણીઓ(Wild animals) દેખાતા હોય છે. સીંધઈ ગામની સીમમાં મોડી રાત્રે એક કદાવર દીપડો શિકારની શોધમાં રહેણાંક વિસ્તારમાં લટાર મારતો જોવા મળ્યો હતો. સ્થાનિકે મોબાઇલમાં વિડીયો કેદ કરી લિધો(Leopard video goes viral) હતો. સ્થાનિકોએ વન વિભાગના અધિકારીઓને જાણ કરતા વન વિભાગના અધિકારીઓએ તાત્કાલિક ધોરણે દીપડાને પકડવા આવી પહોચ્યા હતા. પાંજરુ પણ ગોઠવવામાં આવ્યું હતું. દીપડાના કારણે સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો હતો.