કેશુબાપાના નિધન પર ગઢડા 106 વિધાનસભાના ભાજપ ઉમેદવાર આત્મારામ પરમારે દુઃખ વ્યક્ત કર્યું - Gadhda Vidhansabha election
🎬 Watch Now: Feature Video
બોટાદઃ ગઢડા 106 વિધાનસભા પેટાચૂંટણીના ભાજપના ઉમેદવાર આત્મારામ પરમારે કેશુભાઈ પટેલના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું હતું. આત્મારામ પરમારે કેશુભાઈ પટેલના નિધનને લઈને દુઃખની લાગણી વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, કેશુભાઈના નિધનથી સમગ્ર ગુજરાતને ખૂબ મોટી ખોટ પડી છે. તેમની ગોકુળ ગામ યોજના અને સિંચાઈ યોજના જેવી ધણીબધી યોજનાઓની શરૂઆત કરેલી અને ખેડૂતો માટે પણ તેમને યોજનાઓ શરૂ કરેલી અને સાથે ગુજરાતની પ્રજા માટે સંધર્ષ કરતાં રહ્યાં હતાં.