બાઇક સવારે મહિલાને મારી ટક્કર, વીડિયો થયો વાયરલ - dehradun hit and run case
🎬 Watch Now: Feature Video

ઉત્તરાખંડ : દેહરાદૂન દાલનવાલા પોલીસ સ્ટેશન (Dehradun Dalanwala Police Station) વિસ્તારમાં તેજ ગતિએ તબાહી મચાવી છે. અહીં મોડલ કોલોનીમાં એક બાઇક સવાર યુવકે દૂધ લેવા જતી મહિલાને ટક્કર મારી (Bike hit woman) હતી. અથડામણમાં મહિલા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી. બાઇકની સ્પીડ એટલી ઝડપી હતી કે મહિલાને બાઇક સાથે લાંબા અંતર સુધી ખેંચી હતી. સ્થાનિક લોકોએ મહિલાને હોસ્પિટલમાં દાખલ કરી હતી. અકસ્માત સર્જીને બાઇક સવાર ત્યાંથી ફરાર થઇ ગયો હતો. આ કેસમાં પોલીસે આરોપી બાઇક ચાલક સામે ગુનો નોંધ્યો છે.