જામનગર: જિલ્લાની સરકારી જી જી હોસ્પિટલના નવા બિલ્ડીંગમાં ગઈકાલે રાત્રે એક દર્દીના સગા દ્વારા ભારે હંગામો મચાવ્યો હતો. ખુલ્લી છરી સાથે ધસી આવેલા શખ્સ દ્વારા સૌ પ્રથમ પહેલા માળે દેકારો કરવામાં આવ્યો હતો.
ત્યારબાદ ખુલ્લી છરી સાથે નીચે ધસી આવી સિક્યુરિટી વિભાગના ટેબલ વગેરે ઊંધા પાડી દઈ નુકસાન પહોંચાડવામાં આવી હતી. ઉપરાંત ફરજ પર હાજર રહેલા સિક્યુરિટીના જવાનો સાથે પણ ભારે ધમાચકડી કરી હતી.
આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ હતી. મળતી માહિતી અનુસાર, દર્દી અને તેના સગા બંને સામે જીજી હોસ્પિટલમાં પાન મસાલા ખાવા બાબતે સિક્યુરિટી વિભાગ સાથે રકઝક થઈ હતી, ત્યારબાદ છરી સાથે ધસી આવેલા શખ્સે હંગામો મચાવ્યો.
જો કે મોડેથી પોલીસ તંત્રને જાણ થતાં પોલીસ ટુકડી ઘટના સ્થળે દોડી આવી હતી અને સમગ્ર મામલો થાળે પાડ્યો છે. જોકે આ પ્રકરણમાં હજુ સુધી કોઈ પોલીસ ફરિયાદ નોંધાવાઇ નથી. પરંતુ તંત્ર દ્વારા આ મામલે પોલીસ ફરિયાદ નોંધવા સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
આ પણ વાંચો: