અમદાવાદ: બહુચર્ચીત અને રાજ્યભરમાં ખળભળાટ મચાવનાર રાજકોટની પાયલ હોસ્પિટલના સીસીટીવીકાંડ મામલે પોલીસે વધુ 3 આરોપીની ધરપકડ કરી છે. હોસ્પિટલમાં સારવાર લેતી મહિલા દર્દીઓની તપાસ અને સારવાર સહિતના સીસીટીવી વીડિયો વાયરલ કરવાના કેસમાં અમદાવાદની સાયબર ક્રાઇમ બ્રાન્ચે વધુ સુરતના એક અને મહારાષ્ટ્રના 2 આરોપીને ઝડપી પાડ્યા છે, જ્યારે એકને વોન્ટેડ જાહેર કર્યો છે.
ઝડપાયેલા આરોપીઓમાં સુરતના પરીત ધનશ્યામભાઈ ધામેલીયા, મહારાષ્ટ્રના વસઈના રાયન રોબીન પરેરા અને સાંગલીના વૈભવ માનેનો સમાવેશ થાય છે, જ્યારે દિલ્હીના રોહિત સિસોદીયા નામના વધુ એક આરોપીની તપાસ ચાલી રહી છે.
હોસ્પિટલ CCTV કાંડમાં ઝડપાયેલા 3 આરોપી
- પરીત ધનશ્યામભાઈ ધામેલીયા, સુરત
- રાયન રોબીન પરેરા, વસઈ, મહારાષ્ટ્ર
- વૈભવ માને, સાંગલી, મહારાષ્ટ્ર
વોન્ટેડ આરોપી
- રોહિત સિસોદીયા, દિલ્હી
આરોપી પરિત ધામેલિયા ટેલીગ્રામમાં વિદેશી માણસો પાસેથી સીસીટીવી હેક કરવા માટે ટ્રિક શીખી હતીજેના માટે તે ત્રણ સોફ્ટવેરનો ઉપયોગ કરતો હતો. આરોપી પરિતે જે અન્ય આરોપી રાયન અને રોહિતને સીસીટીવી કેવી રીતે હેક કરવા શીખવાડ્યું હતું. રોહિત સિસોદીયાએ પ્રજ્વલ અશોક તૈલીને આ સીસીટીવી ફુટેજના વીડિયો આપ્યા અને તેણે ટેલીગ્રામમા વીડિયો વેચીને લાખો રૂપિયાની કમાણી કરી.
સૌ પ્રથમ ઝડપાયેલા આરોપી
- પ્રજવલ અશોક તૈલી, લાતુર, મહારાષ્ટ્ર
- પ્રજ રાજેન્દ્ર પાટીલ, સિંહાલા, (સાંગલી,મહારાષ્ટ્ર)
- ચંદ્રપ્રકાશ ફુલચંદ, ભીંસ પ્રયાગરાજ, ઉત્તરપ્રદેશ
પોલીસના જણાવ્યા અનુસાર આરોપીઓએ એક વર્ષ પહેલાં ટેલીગ્રામના માધ્યમથી સીસીટીવી હેક કરવાનું શીખ્યું હતું, અને ત્યાર બાદ આરોપીઓએ સીસીટીવી હેક કરવાનું શરૂ કર્યુ. છેલ્લાં 9 મહિનામાં આરોપીઓએ 50 હજારથી વધુ સીસીટીવી હેક કર્યા છે. આરોપીઓએ હેકિંગ માટે મેથડ યુઝ કરતા હતા તેનો પણ ખુલાસો થયો છે. વલ્નબર આઈપીઝ હતા તેના બે ટૂલ્સ સોફ્ટેવરના માધ્યમથી ટેસ્ટ કરતા હતા અને ત્યાર બાદ બ્લૂ ફોર્સ એટેકથી સીસીટીવી હેક કરતા હતા. આ સીસીટીવી ફક્ત હોસ્પિટલ સુધી સિમિત ન હતા પરંતુ સ્કૂલ, ફેક્ટરી, કોલેજો, કોર્પોરેટ ઓફિસ અને બેડરૂમ સુધીના સીસીટીવી ફુટેજ આરોપીઓએ હેક કર્યા છે. આમ ગણીએ તો 9 મહિના 50 હજારથી વધુ સીસીટીવી ફુટેજ આરોપીઓને મળ્યા છે અને પછી આ વીડિયો દ્વારા આરોપીઓ કોન્ટેન્ટ બનાવતા હતા અને તે ટેલીગ્રામ અને યુટ્યૂબ ચેનલ પર વેચવા માટે મુકતા હતા. - ડો. લવીના સિંહા, નાયબ પોલીસ કમિશનર