દુબઈ: છેલ્લા કેટલાય સમયથી ક્રિકેટ ચાહકો ભારત - પાકિસ્તાન મહા - મુકાબલાની રાહ જોઈ રહ્યા હતા. આજે એટલે કે 23 ફેબ્રુઆરીએ દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે ભારત - પાકિસ્તાન વચ્ચે ચેમ્પિયન્સ ટ્રોફીની પાંચમી મેચ ચાલી રહી છે. આ મેચમાં પાકિસ્તાનના કેપ્ટન મોહમ્મદ રિઝવાને ટોસ જીતી બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો.
પાકિસ્તાનની ધીમી શરૂઆત:
યજમાન ટીમ તરફથી ઓપનિંગ જોડી માટે અનુભવી બાબર આઝમ અને ઈમામ ઉલ હક મેદાનમાં ઉતર્યા હતા. બંને વચ્ચે 50 બોલમાં 41 રનની ભાગીદારી થઈ હતી. હાર્દિકે પટેલે 9 મી ઓવરના બીજા બોલ પર બાબર આઝમને કે.એલ. રાહુલના હાથે આઉટ કરી આ ભાગીદારી તોડી. આ વિકેટ પડતાં જ બીજા છેડેથી અક્ષર પટેલે કુલદીપ યાદવની ઓવરમાં ડાયરેક્ટ થ્રો મારી ઈમામ ઉલ હકને રન આઉટ કરી દીધો હતો. ત્યારબાદ કેપ્ટન રિઝવાન અન શકીલે મળીને લગભગ 80 ડોટ બોલ રમી ધીમે ધીમે પાકિસ્તાનની ગાડીને પતરી પર ચડાવી અને બંને એ 104 રનની ભાગીદારી નોંધાવી.
Wickets in quick succession for #TeamIndia 😎
— BCCI (@BCCI) February 23, 2025
Hardik Pandya and Ravindra Jadeja with the breakthroughs 🔥🔥
Pakistan 5⃣ down
Live ▶️ https://t.co/llR6bWyvZN#PAKvIND | #ChampionsTrophy | @hardikpandya7 | @imjadeja pic.twitter.com/xoL7JDuPS2
ભારત ફરી ટોસ હાર્યું:
હકીકતમાં, ભારતીય ટીમે ODI ક્રિકેટમાં સતત 12મી મેચમાં ટોસ હારી ગયા છે. જેમાં 9 રોહિત શર્માના નામે છે અને ત્રણ કે એલ રાહુલના નામે. આ સાથે, ટીમ ઈન્ડિયાએ સતત સૌથી વધુ વનડે ટોસ હારવાનો અનિચ્છનીય વિશ્વ રેકોર્ડ બનાવ્યો છે. વનડેમાં સૌથી વધુ સતત ટોસ હારવાનો રેકોર્ડ અગાઉ નેધરલેન્ડ્સની ટીમના નામે હતો.
આ ટીમ સતત 11 વનડે મેચોમાં ટોસ હારી ગઈ હતી. 2023ના વર્લ્ડ કપની ફાઇનલ પછી ભારત સતત 12 વાર ટોસ હારી ગયું છે. વનડેમાં કોઈપણ ટીમનો ટોસ હારવાનો આ સૌથી લાંબો સિલસિલો છે. માર્ચ 2011 અને ઓગસ્ટ 2013 વચ્ચે નેધરલેન્ડ્સ 11 વખત ટોસ હાર્યું.
🎯 Through the gates! \|/
— BCCI (@BCCI) February 23, 2025
Axar Patel breaks the partnership!
Pakistan 151/3 in the 34th over
Live ▶️ https://t.co/llR6bWyvZN#TeamIndia | #PAKvIND | #ChampionsTrophy | @akshar2026 pic.twitter.com/xlvZDRhfj2
ત્રણેય ગુજરાતી ખેલાડીઓએ મેચમાં ધૂમ મચાવી:
ભારત - પાકિસ્તાન વચ્ચેની મેચમાં આજે ગુજરાતીઓનો જાદુ જોવા મળ્યો હતો. હાર્દિકે પંડયાએ બાબર આઝમને આઉટ કરી ભારતને પહેલી વિકેટ અપાવી હતી, બીજી બાજુ 'બાપુ' તરીકે ઓળખાતા અક્ષર પટેલે ડાયરેક્ટ થ્રો મારી મેદાનમાં દટી રહેલ ઈમામ ઉલ હકને રનઆઉટ કરી દીધો હતો. આ બધામાં આપના અનુભવી ગુજ્જુ ખેલાડી રવીન્દ્ર જાડેજા કઈ રીતે પાછળ રહી શકે?
જાડેજાએ પાકિસ્તાન બીજી ભાગીદારી બને તે પહેલા જ પોતાના સ્પિનના જાદુથી તૈયબ તાહિરને આવતા જ પવેલીયન તરફ મોકલી દીધો હતો. આ સાથે મહત્વની વાત તો એ છે કે પાકિસ્તાનની 4 વિકેટમાંથી એક રન આઉટ બાદ કરતાં 3 વિકેટ ત્રણેય ગુજરાતી ખેલાડીઓ લીધી છે. અક્ષર પટેલ, હાર્દિક પંડયા અને રવીન્દ્ર જાડેજાએ અનુક્રમે 1,2, અને 1 વિકેટ ઝડપી આજની મેચમાં ધમાકેદાર પ્રદર્શન કરી ટીમમાં પોતાની મળેલ જગ્યાને સાચી પુરવાર કરી છે.
આ પણ વાંચો: