હૈદરાબાદ: વેલેન્ટાઈન વીકની શરૂઆતમાં 7મી ફેબ્રુઆરીએ સિનેમાઘરોમાં ફરી રીલિઝ થયેલી 'સનમ તેરી કસમ'એ બોક્સ ઓફિસ પર ઈતિહાસ રચ્યો છે. હર્ષવર્ધન રાણે અને માવરા હોકેનની મ્યુઝિકલ રોમેન્ટિક ફિલ્મ ₹50 કરોડના આંકને સ્પર્શનારી પહેલી રી-રિલીઝ બની ગઈ છે. તેની આસપાસ ઘણી ફિલ્મો રિલીઝ થઈ પરંતુ 'સનમ તેરી કસમ'ની કમાણી અને દર્શકોના પ્રેમ પર તેની કોઈ અસર થઈ નહીં.
'સનમ તેરી કસમ'નું બોક્સ ઓફિસ કલેક્શન
હર્ષવર્ધન રાણે અને માવરા હોકેનની રોમેન્ટિક ફિલ્મ દર્શકોને થિયેટરમાં લાવવામાં સફળ રહી હતી. ફિલ્મે ફરીથી રિલીઝ થયાના 20 દિવસમાં જ વિશ્વભરમાં ₹50 કરોડનો આંકડો પાર કરી લીધો છે. આ ફિલ્મે વિશ્વભરમાં ₹53 કરોડની કમાણી કરી છે. ઘરેલુ કલેક્શનની વાત કરીએ તો, ફિલ્મે ભારતમાં ₹ 41.05 કરોડનું નેટ કલેક્શન કર્યું છે. આ કલેક્શન સાથે, ફિલ્મે 'તુમ્બાડ'ની રિ-રિલીઝને પણ પાછળ છોડી દીધી છે. તુમ્બાડે તેની રિ-રિલીઝ વખતે વિશ્વભરમાં ₹52.25 કરોડનું કલેક્શન કર્યું હતું અને ભારતમાં આ ફિલ્મે ₹ 32 કરોડની કમાણી કરી હતી.
ઓરિજિનલ રિલીઝમાં ફિલ્મ થઈ ફ્લોપ
હર્ષવર્ધન રાણે અને માવરા હોકેનની 'સનમ તેરી કસમ' વર્ષ 2016માં રિલીઝ થઈ હતી. પરંતુ તે સમયે તે ફ્લોપ રહી હતી. ફિલ્મનું બજેટ ₹14 કરોડ છે, જ્યારે ફિલ્મનું ઘરેલું લાઈફટાઈમનું કલેક્શન ₹9.1 કરોડ હતું. ફિલ્મની રિ-રિલીઝે તેના અગાઉના કલેક્શનને માત્ર 2 દિવસમાં ધૂળ ચટાડી દીધી હતી. ફિલ્મની રિ-રિલીઝથી માત્ર 2 દિવસમાં ₹11.36 કરોડનું કલેક્શન થયું હતું.
આ ફિલ્મ 2016માં ફ્લોપ રહી હતી. પરંતુ 9 વર્ષ પછી તેની રિ-રિલીઝથી થિયેટરોમાં ધૂમ મચી ગઈ હતી. જેની ક્રેડિટ ઓટીટી અને ટેલિવિઝનને આપવામાં આવી રહી છે. કારણ કે, આ પ્લેટફોર્મ દ્વારા જ ફિલ્મને લોકપ્રિયતા મળી અને લોકો થિયેટર તરફ ખેંચાયા. તે જ સમયે, માઉથ પબ્લિસિટીએ પણ ફિલ્મની ફરીથી રિલીઝને સફળ બનાવવામાં મોટી ભૂમિકા ભજવી છે.
આ ફિલ્મની સાથે 'લવ્યપા' અને 'બૈડએસ રવિકુમાર' જેવી ફિલ્મો પણ વેલેન્ટાઈનમાં રિલીઝ થઈ હતી. પરંતુ તેની કોઈ અસર થઈ નહોતી. 14 ફેબ્રુઆરીએ 'છાવા' જેવી મોટી ફિલ્મ રિલીઝ થઈ હોવા છતાં, સનમ તેરી કસમનો ક્રેઝ અકબંધ રહ્યો અને તે સૌથી મોટી રિ-રિલિઝ બનવામાં સફળ રહી હતી.
આ પણ વાંચો: