ETV Bharat / state

સુરતમાં મોટી બહેન સાથે લગ્ન કરવા નાની બહેનનું કર્યું અપહરણ, કારણ જાણી પોલીસ પણ ચોંકી ગઈ... - SURAT KIDNAPPING CASE

સુરત જિલ્લા પોલીસે કલાકોમાં જ અપહરણકર્તા બે શખ્સોને કામરેજથી પકડી પાડી તેમના કબજામાંથી બાળકીને સલામત છોડાવી હતી.

સુરતમાં મોટી બેન સાથે લગ્ન કરવા 3 વર્ષીય નાની બેનનું થયું અપહરણ
સુરતમાં મોટી બેન સાથે લગ્ન કરવા 3 વર્ષીય નાની બેનનું થયું અપહરણ (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Feb 23, 2025, 3:36 PM IST

સુરત: મૂળ ઉત્તર પ્રદેશ અને પલસાણા રહેતા યુવકે સુરત રહેતા શખ્સ સાથે મળીને અપહરણના અપરાધને અંજામ આપ્યો હતો. મળતી માહિતી અનુસાર, આ બંને આરોપીઓએ પલસાણામાં એક એપાર્ટમેન્ટ નીચે રમતી 3 વર્ષની બાળકીનું બાઈક પર અપહરણ કર્યું હતું. બાળકીને પરત કરવા માટે તેમણે જે હઠ મૂકી હતી તે ઘણી ચોંકાવનારી હતી. અપહરણકર્તાએ બાળકીના પિતાને તેની નાની 3 વર્ષની દીકરીને પરત સોંપવાના બદલામાં મોટી દીકરી સાથે લગ્ન કરાવી આપવાની માંગણી કરી હતી.

બાળકીનું અપહરણ: પ્રાપ્ત માહિતી અનુસાર, પલસાણાના મેધા પ્લાઝા ખાતે આવેલ યોગી વિલા એપાર્ટમેન્ટમાં રહેતા વ્યક્તિની 3 વર્ષની દીકરી એપાર્ટમેન્ટની નીચે રમતી હતી. આ દરમિયાન પોતાનો બદ ઈરાદો પાર પાડવા માટે આરોપી જાન મોહમ્મદ શાહ પોતાની મોટર સાઈકલ પર આવીને બાળકીનું અપહરણ કરી ગયો હતો.

પોલીસે આરોપીના કબજામાંથી બાળકીને સલામત છોડાવી (Etv Bharat Gujarat)

મોટી દિકરી સાથે લગ્ન કરાવવાની હઠ: આરોપી જાન મોહમ્મદ શાહે બાળકીને પરત આપવાના બદલામાં મોટી દીકરીને પોતાને સોંપી દેવાની માંગણી કરી હતી. આરોપીએ મોટી દિકરી સાથે લગ્ન કરવાના ઈરાદે બાળકીનું અપહરણ કયું હોવાનું ફોન પર જણાવ્યું હતું. પોતાની બાળકીનું અપહરણ થયાની જાણ થતાં પિતા ગભરાઈ ગયા હતા. તેમણે હિંમત કરીને પલસાણા પોલીસ સ્ટેશનમાં તેમની પુત્રીના અપહરણની ફરિયાદ નોંધાવી હતી.

આરોપી જાન મોહમ્મદ જહરૂદિન શાહ અને દિલીપ પરથીંગ કટારા
આરોપી જાન મોહમ્મદ જહરૂદિન શાહ અને દિલીપ પરથીંગ કટારા (Etv Bharat Gujarat)

પોલીસ પણ અપહરણનું કારણ જાણી ચોંકી ઉઠી હતી. પોલીસે આ ગુનાના આરોપીને પકડી પાડવા માટે તાત્કાલિક ટીમ બનાવી હતી અને પોતાનું નેટવર્ક કામે લગાડયું હતું. જે દરમિયાન પલસાણા પોલીસ સ્ટેશનના પીઆઈ વી.એલ. ગાગીયા તથા લોકલ ક્રાઈમ બ્રાંચ પીઆઇ આર.વી. ભટોળને બાતમી મળી હતી કે, પલસાણાથી જે બાળકીનું અપહરણ થયું હતું તે બાળકીને અપહરણકારો કામરેજ તરફ લઈ ગયા છે.

પલસાણા પોલીસ સ્ટેશન
પલસાણા પોલીસ સ્ટેશન (Etv Bharat Gujarat)

આ બાતમીના આધારે સુરત જિલ્લા પોલીસે કામરેજ ખાતેથી બાળકીનું અપહરણ કરનાર 32 વર્ષીય જાન મોહમ્મદ જહરૂદિન શાહ અને 24 વર્ષીય દિલીપ પરથીંગ કટારાને દબોચી લીધા હતા. અપહરણકારો પાસેથી બાળકી હેમખેમ મળી આવી હતી. પોલીસે બાળકીને સલામત છોડાવી હતી. જ્યારે આરોપીઓ પાસેથી 10,000ની કિંમતના 2 મોબાઇલ ફોન, એક મોટર સાયકલ નં-GJ-O5-DL-2511 કિંમત રૂપિયા 25,000 મળી કુલ મુદ્દામાલ 35,000 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે આરોપીઓની ધરપકડ કરી તેમની વિરૂદ્ધ ગુનો નોંધી રીમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી હતી.

અપરાધના મુખ્ય આરોપી:

  1. જાન મોહમ્મદ જહરૂદિન શાહ (32 વર્ષ, રહેવાસી હાલમાં -504, મહાલક્ષ્મી રેસીડેન્સી મેઘા પ્લાઝા તા. પલસાણા જી. સુરત મૂળ રહે, નવનતહરદો, થેરટીયા જિ. કુશીનગર (U.P.)
  2. દિલીપ પરથીંગ કટારા (24 વર્ષ, રહે. સરદાર ચોક અમરોલી મૂળ રહેવાસી ચુડાદા, તા. કુશલપુર જિલ્લો-બાસવાડા, રાજસ્થાન)

આ પણ વાંચો:

  1. કચ્છના મુન્દ્રા-કેરા રોડ અકસ્માતમાં પોલીસને મળી સફળતા, આરોપીને ઝડપી પાડ્યો
  2. CCTVમાં કેદ થઈ બેફામ બાઈક ચાલકની ડ્રાઈવિંગ, મોપેડ ચાલકને ટક્કર મારતા મોત

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.