દુબઈ: ચાહકોની રાહનો અંત આવ્યો અને આજે એટલે કે 23 ફેબ્રુઆરીના રોજ ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ભારત-પાકિસ્તાન મેચ શરૂ થઈ ગઈ છે. દુબઈમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે શાનદાર મેચ રમાઈ રહી છે. આ હાઇ-વોલ્ટેજ મેચમાં ભારતીય કેપ્ટન રોહિત શર્મા ટોસ જીતી શક્યો નહીં. આ સિક્કો પાકિસ્તાનના કેપ્ટન મોહમ્મદ રિઝવાનના પક્ષમાં પડ્યો. રિઝવાને ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો. રોહિત શર્મા 2023ના વર્લ્ડ કપ બાદ વનડેમાં સતત 9મી વખત ટોસ હાર્યો છે. આ સાથે ટીમ ઈન્ડિયાના નામે એક શરમજનક વિશ્વ રેકોર્ડ નોંધાઈ ગયો.
🚨 Toss 🚨 #TeamIndia have been put in to bowl first
— BCCI (@BCCI) February 23, 2025
Updates ▶️ https://t.co/llR6bWyvZN#PAKvIND | #ChampionsTrophy pic.twitter.com/31WGTuKFTs
સતત 12 વખત ટોસ હાર્યા:
હકીકતમાં, ભારતીય ટીમે ODI ક્રિકેટમાં સતત 12મી મેચમાં ટોસ હારી ગયા છે. જેમાં 9 રોહિત શર્માના નામે છે અને ત્રણ કે એલ રાહુલના નામે. આ સાથે, ટીમ ઈન્ડિયાએ સતત સૌથી વધુ વનડે ટોસ હારવાનો અનિચ્છનીય વિશ્વ રેકોર્ડ બનાવ્યો છે. વનડેમાં સૌથી વધુ સતત ટોસ હારવાનો રેકોર્ડ અગાઉ નેધરલેન્ડ્સની ટીમના નામે હતો.
આ ટીમ સતત 11 વનડે મેચોમાં ટોસ હારી ગઈ હતી. 2023ના વર્લ્ડ કપની ફાઇનલ પછી ભારત સતત 12 વાર ટોસ હારી ગયું છે. વનડેમાં કોઈપણ ટીમનો ટોસ હારવાનો આ સૌથી લાંબો સિલસિલો છે. માર્ચ 2011 અને ઓગસ્ટ 2013 વચ્ચે નેધરલેન્ડ્સ 11 વખત ટોસ હાર્યું.
The rivalry resumes 🤜 🤛
— ICC (@ICC) February 23, 2025
How to watch 👉 https://t.co/S0poKnwS4p#PAKvIND #ChampionsTrophy pic.twitter.com/pPKQP99vit
ભારત પાસે બદલો લેવાની તક:
ભારત અને પાકિસ્તાન 8 વર્ષ પછી ચેમ્પિયન્સ ટ્રોફીમાં આમને-સામને છે. આ ટુર્નામેન્ટમાં બંને ટીમો વચ્ચે છેલ્લી મેચ વર્ષ 2017 માં રમાઈ હતી. આ મેચમાં પાકિસ્તાને ભારતને હરાવીને ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ જીત્યો હતો. હવે યજમાન પાકિસ્તાન સામે તેના ખિતાબનું રક્ષણ કરવાનો પડકાર છે. ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારત અને પાકિસ્તાન પાંચ વખત ટકરાયા છે. ભારત બે વાર જીત્યું છે જ્યારે પાકિસ્તાને ત્રણ મેચ જીતી છે. આ વખતે ટીમ ઈન્ડિયા પાસે 3-3 ની બરાબરી કરવાની તક છે.
India have now lost 12 consecutive tosses in ODIs, starting from the World Cup final 😮
— ESPNcricinfo (@ESPNcricinfo) February 23, 2025
Rohit Sharma - 9 games
KL Rahul - 3 games pic.twitter.com/KrpbosWbnl
ભારતીય ટીમમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. પાકિસ્તાન ટીમમાં એક ફેરફાર થયો છે. ઇજાગ્રસ્ત ફખર ઝમાનના સ્થાને ઇમામ-ઉલ-હકનો ટીમમાં સમાવેશ થયો છે. ફખર ઝમાન આખી ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે. ન્યુઝીલેન્ડ સામેની મેચમાં ફિલ્ડિંગ કરતી વખતે તેને ઈજા થઈ હતી.
આ પણ વાંચો: