વલસાડ જિલ્લામાં બપોરે 2થી 4 દરમિયાન 30mm વરસાદ નોંધાયો - rain in valsad
🎬 Watch Now: Feature Video
વલસાડ: જિલ્લામાં આજે બપોર બાદ વરસાદી માહોલ જામ્યો હતો. તેમજ ધરમપુર કપરાડા પારડી વિસ્તારના અનેક ગામોમાં ગાજવીજ સાથે વરસાદી ઝાપટા પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. વલસાડના કેટલાક તાલુકામાં છૂટો છવાયો વરસાદ પડવાથી બપોરે 2થી 4 દરમિયાન 30mm વરસાદ નોંધાયો હતો. જો કે, પડી રહેલા વરસાદને પગલે ખેડૂતોના ડાંગરના પાકને નુકશાન થવાની શક્યતા છે. જેને લઈને ખેડૂતોમાં ચિંતાનું વાતાવરણ જોવા મળી રહ્યું છે.