પંચમહાલઃ યાત્રાધામ પાવાગઢમાં પ્રવાસીઓએ કરી પોલીસ સાથે બબાલ, 2 યુવતી સહિત 12 લોકોની અટકાયત - Pilgrimage Pavagadh
🎬 Watch Now: Feature Video
પંચમહાલઃ યાત્રાધામ પાવાગઢ ખાતે રવિવારે મોટી સંખ્યામાં ભક્તો અને સહેલાણીઓ ઉમટ્યા હતા. ત્યારે કોરોના મહામારીને લઈ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવા માટે પાવાગઢ પોલીસની ટીમ વડાતળાવ વિસ્તારમાં પેટ્રોલિંગ માટે ગઈ હતી. જ્યા પોલીસે દંડનીય કાર્યવાહી માટે હિલચાલ કરતાં યુવતીઓ અને યુવકો સાથે શાબ્દિક ઘર્ષણ થયું હતું. આ દરમિયાન યુવકોએ પોલીસ ઉપર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં એક યુવકે પોલીસના ઉચ્ચ અધિકારીની ગાડીના ચાલકનો પુત્ર હોવાનો રોફ પણ બતાવ્યો હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારે આ મામલે પોલીસે 2 યુવતીઓ અને 10 યુવકોની અટકાયત કરી હતી. ત્યારબાદ તમામને પાવાગઢ પોલીસ મથકે લઈ જઈ પોલીસની સરકારી કામગીરીમાં અડચણ, એપેડેમીક એક્ટ સહિતની જોગવાઈ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.