કતારગામ ઝોનમાં બેલદારોના પ્રશ્ને આરોગ્ય અધિકારી પર શાહી ફેંકવામાં આવી - news in Surat
🎬 Watch Now: Feature Video
સુરત : મહાનગરપાલિકાના કતારગામ ઝોનમાં હાજરી કૌભાંડ, સફાઈ કામદારોને લઈને લગતા વિવિધ પ્રશ્નોને લઈને કોઈ નિવેડો ન આવતા સંગઠનના પ્રમુખ અને હોદેદારો દ્વારા આરોગ્ય અધિકારી કનુભાઇ અમથાભાઇ શ્રોફ પર શાહી ફેંકવામાં આવી હતી. આ મામલે આરોગ્ય અધિકારીએ પોલીસ ફરિયાદ નોંધાવતા 7 વ્યક્તિઓ સામે સરકારી ફરજમાં રૂકાવટનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જેમાં પોલીસે 7 લોકોની ધરપકડ અને 14 જેટલા લોકોની અટકાયત કરી હોવાનું જાણવા મળ્યું છે.