ETV Bharat / state

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામ: રાધનપુર નગરપાલિકામાં કોંગ્રેસનો સફાયો, જૂનાગઢ-કચ્છમાં પણ કમળ ખીલ્યું - STHANIK SWARAJ ELECTION 2025 RESULT

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પરિણામ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પરિણામ (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Feb 18, 2025, 7:42 AM IST

Updated : Feb 18, 2025, 3:29 PM IST

ગાંધીનગર : ગત 16 ફેબ્રુઆરીના રોજ રાજ્યભરમાં મતદાનનો માહોલ હતો. જેમાં જૂનાગઢ મહાનગરપાલિકા, 68 નગરપાલિકાઓ, ગાંધીનગર, કઠલાલ, કપડવંજ તાલુકા પંચાયતની સામાન્ય અને મધ્યસત્ર ચૂંટણી તથા સ્વરાજ્યના એકમોના પ્રસંગોપાત ખાલી પડેલી બેઠકોની પેટા ચૂંટણી મતદાન થયું, જેનું આજે પરિણામ જાહેર થશે. આજે સવારે 9 વાગ્યાથી મતગણતરી થશે, બાદમાં બપોર સુધીમાં પરિણામ જાહેર થશે. જુઓ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2025 પરિણામની લાઇવ અપડેટ...

LIVE FEED

3:25 PM, 18 Feb 2025 (IST)

રાધનપુર નગરપાલિકા ચૂંટણીમાં કોંગ્રેસનો સફાયો

રાધનપુર પાલિકામાં કોંગ્રેસ પાસેથી સત્તા આંચકીને ભાજપનો ભગવો લહેરાયો છે. રાધનપુર નગરપાલિકાની 28 બેઠકોમાંથી 25માં ભાજપ અને 3માં કોંગ્રેસની જીત થઈ છે. વોર્ડ નંબરઃ 3 થી વોર્ડ નંબર 7મા ભાજપની પેનલનો વિજય છે. જ્યારે વોર્ડ નંબર 1માં 3 ભાજપ અને 1 કોંગ્રેસને ફાળે ગઈ છે.

2:15 PM, 18 Feb 2025 (IST)

ભારે રસાકસી વચ્ચે ખેડા જિલ્લામાં ભગવો લહેરાયો

સ્થાનિક સ્વરાજની ચૂંટણી 2025 ની મતગણતરી દરમિયાન ખેડા જિલ્લામાં ભારે રસાકસી ભર્યો માહોલ રહ્યો હતો. ખેડા જિલ્લામાં પાંચ નગરપાલિકા અને બે તાલુકા પંચાયતની બેઠકો પર હવે ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે.

નગરપાલિકા ચૂંટણી :

  • મહુધા નગરપાલિકામાં ભાજપે 14 સીટ જીતી બહુમતી મેળવી, અન્યના ફાળે 10 સીટ આવી
  • ચકલાસી નગરપાલિકાની 16 બેઠક પર ભગવો લહેરાયો, જ્યારે કોંગ્રેસને 1 બેઠક અને 11 બેઠકો પર અન્ય પક્ષના ઉમેદવારો જીત્યા
  • ખેડા નગરપાલિકામાં ભાજપે 14 બેઠક જીતી, જ્યારે કોંગ્રેસને 01 અને અન્યનો 13 બેઠકો પર વિજય થયો
  • ડાકોર નગરપાલિકામાં 14 બેઠકો પર ભાજપનો વિજય થયો અને 14 બેઠક પર અન્યનો વિજય
  • મહેમદાવાદ નગરપાલિકામાં ભાજપે 18 બેઠક જીતી અને 10 બેઠક પર અન્યનો વિજય થયો

તાલુકા પંચાયત ચૂંટણી :

  • કપડવંજ તાલુકા પંચાયતમાં ભાજપનો 18, કોંગ્રેસનો 6 અને 2 બેઠક પર અન્યનો વિજય થયો
  • કઠલાલ તાલુકા પંચાયતમાં ભાજપનો 17 બેઠક, અપક્ષનો 4 અને 3 બેઠકો પર કોંગ્રેસનો વિજય થયો

1:03 PM, 18 Feb 2025 (IST)

કચ્છની 2 નગરપાલિકા અને 3 તાલુકા પંચાયત પર કમળ ખીલ્યું

કચ્છના વાગડ વિસ્તારની ભચાઉ અને રાપર નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપનો વિજય થયો છે, ઉપરાંત તાલુકા પંચાયતની 3 બેઠક પર પણ ભગવો લહેરાયો છે. કચ્છની 2 નગરપાલિકાની 56 બેઠકો પૈકી ભચાઉની 28 બેઠક અને રાપર નગરપાલિકાની 28 બેઠક પૈકી 21 બેઠક ભાજપે કબજે કરી હતી. સાથે જ 7 બેઠક પર કોંગ્રેસ વિજેતા થયું હતું.

12:05 PM, 18 Feb 2025 (IST)

રાપર નગરપાલિકા પર ભાજપનો કબજો, કોંગ્રેસને છ બેઠક મળી

કચ્છ જિલ્લામાં રાપર નગરપાલિકા પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ભારે રસાકસીભર્યો માહોલ જામ્યો હતો. રાપર નગરપાલિકા વોર્ડ નં. 1 અને 2 પર ભાજપની પેનલ જીત મેળવવામાં સફળ રહી. જોકે, બાદમાં વોર્ડ નં. 3 માં 2 બેઠક પર ભાજપના ઉમેદવાર અને 2 બેઠક પર કોંગ્રેસના ઉમેદવારોએ વિજય મેળવ્યો, આ સાથે કોંગ્રેસનું ખાતું ખુલ્યું હતું. જોકે, વોર્ડ નં. 4 પર ભાજપની પેનલે કબજો કરી પરિણામ એકતરફી કરી દીધું. રાપર નગરપાલિકા વોર્ડ નં. 5 પર કોંગ્રેસની પેનલે કબજો કર્યો, આ સાથે કોંગ્રેસના ફાળે છ બેઠક આવી. જોકે, બાદમાં વોર્ડ નં. 6 અને 7 પર ભાજપની પેનલ જીતતા, રાપર નગરપાલિકાની કુલ 28 બેઠક પૈકી 22 બેઠક પર જીતી ભાજપે સત્તા મેળવી હતી.

11:10 AM, 18 Feb 2025 (IST)

પાટણ જિલ્લામાં ભાજપનો ભગવો લહેરાયો

હારીજ નગરપાલિકા : હારીજ નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો. હારીજ નગરપાલિકાની 24 બેઠકમાંથી 13 બેઠક પર ભાજપની જીત અને 7 પર કોંગ્રેસ જીત્યું. હવે 1 વોર્ડની 4 બેઠક પર મતગણતરી બાકી. અહીં વોર્ડ નં. 5 પર ભાજપની પેનલનો વિજય થયો છે.

ચાણસ્મા નગરપાલિકા : ચાણસ્મા નગરપાલિકામાં ભાજપનો કબજો. ચાણસ્મા નગરપાલિકામાં સત્તાનું ફરી થયું પુનરાવર્તન થયું. ચાણસ્મા નગરપાલિકાની 24 બેઠકમાં 13 બેઠક પર ભાજપની જીત અને 4 બેઠક પર કોંગ્રેસ જીત્યું. હવે 2 વોર્ડની 7 બેઠકોની મતગણતરી બાકી. અહીં વોર્ડ નં. 4 પર ભાજપની પેનલ જીતી છે.

રાધનપુર નગરપાલિકા : રાધનપુર નગરપાલિકા વોર્ડ નં. 1,2 અને 3 પર મતગણતરી પૂર્ણ થઈ છે. જેમાં વોર્ડ નં 1 પર ભાજપના 3 અને કોંગ્રેસના એક ઉમેદવારનો વિજય થયો છે. તેવી જ રીતે વોર્ડ નં 2 પર ભાજપના 2 અને કોંગ્રેસના બે ઉમેદવારનો વિજય થયો છે. આ સિવાય વોર્ડ. 3 અને 4 પર ભાજપની પેનલનો વિજય થયો છે.

10:34 AM, 18 Feb 2025 (IST)

ભચાઉ નગરપાલિકા પર ભગવો લહેરાયો

કચ્છ જિલ્લાની ભચાઉ નગરપાલિકાની તમામ 28 બેઠકો પર ભાજપે કબજો જમાવ્યો છે. અગાઉ 17 બેઠકો પર બિનહરીફ થયા બાદ વધુ 11 બેઠક પર ભાજપના ઉમેદવારોએ જીત નોંધાવી, આ સાથે જ ભચાઉ નગરપાલિકા પર ભગવો લહેરાયો છે. કોંગ્રેસને એક પણ બેઠક ન મળી.

10:01 AM, 18 Feb 2025 (IST)

રસાકસીનો માહોલ જામ્યો, ભાજપ-કોંગ્રેસ આમને-સામને

  • સોનગઢ નગરપાલિકા વોર્ડ નં. 2

તાપી જિલ્લામાં સોનગઢ નગરપાલિકા વોર્ડ નં. 2 પર ભાજપની પેનલનો વિજય, ભાજપના ઉમેદવાર કમલાબેન પવાર, યોગેશભાઈ મરાઠે, રણછોડમાઈ ગામીત અને સંગીતાબેન પાટીલ.

  • ખેડબ્રહ્મા નગરપાલિકા વોર્ડ નં. 2

સાબરકાંઠા જિલ્લામાં ખેડબ્રહ્મા નગરપાલિકા વોર્ડ નં. 2 પર ભાજપના ત્રણ, કોંગ્રેસના એક ઉમેદવારનો વિજય થયો. જેમાં વિજેતા ઉમેદવાર પ્રવિણસિંહ સોલંકી (કોંગ્રેસ) તથા ભાજપના ડો. પ્રિયંકાબેન ખરાડી, ભદ્રેશ પટેલ, લતાબેન ભાવસારનો સમાવેશ થાય છે.

  • બીલીમોરા નગરપાલિકા વોર્ડ નં. 2

નવસારી જિલ્લામાં બીલીમોરા નગરપાલિકા વોર્ડ નં. 2 પર ભાજપના બે, કોંગ્રેસના બે ઉમેદવારનો વિજય થયો છે. બીલીમોરા નગરપાલિકા વોર્ડ નં. 2 વિજેતા ઉમેદવારમાં ભાજપના કલાવતીબેન અને મહેન્દ્ર જોશી, કોંગ્રેસના અર્ચના સોલંકી અને રામબાબુ શુક્લા રહ્યા.

  • ચકલાસી નગરપાલિકા વોર્ડ નં. 2

ખેડા જિલ્લામાં ચકલાસી નગરપાલિકા વોર્ડ નં. 2 પર ભાજપની પેનલનો વિજય, ભાજપના ઉમેદવાર કૃપાલી જગદીશભાઈ વાઘેલા, જીગરકુમાર હિંમતભાઈ વાઘેલા, નિશાબેન લાલજીભાઈ વાઘેલા અને સુરેશભાઈ પૂનમભાઈ વાઘેલા

  • છોટાઉદેપુર નગરપાલિકા વોર્ડ નં. 2

છોટાઉદેપુર નગરપાલિકા વોર્ડ નં. 2 પર ભાજપની પેનલનો વિજય થયો છે.

  • રાપર નગરપાલિકા વોર્ડ નં. 2

રાપર નગરપાલિકા વોર્ડ નંબર 2 ભાજપની પેનલનો વિજય થયો છે.

9:30 AM, 18 Feb 2025 (IST)

છોટાઉદેપુર નગરપાલિકા ચૂંટણી બ્રેકિંગ

છોટાઉદેપુર નગરપાલિકા વોર્ડ નં. 1 પર 3 અપક્ષ ઉમેદવાર અને 1 કોંગ્રેસના ઉમેદવાર વિજેતા થયા. કોંગ્રેસના નસીમ બાનું દાલ 712 મતે વિજયી બન્યા. જ્યારે અપક્ષ ઉમેદવાર ઝાકિર અધીએ 1253, નઝમા બેન મલાએ 873, શૈલેષ ભાઈ રાઠવાએ 570 મતે જીત મેળવી છે.

9:15 AM, 18 Feb 2025 (IST)

ભાજપના વિજયની શરૂઆત થઈ

  • તાપી જિલ્લામાં સોનગઢ નગરપાલિકા વોર્ડ નં. 1 પર ભાજપની પેનલનો વિજય
  • માણસા નગરપાલિકા વોર્ડ નં. 1 પર ભાજપની પેનલનો વિજય
  • સાબરકાંઠા જિલ્લામાં ખેડબ્રહ્મા નગરપાલિકા વોર્ડ નં. 1 પર ભાજપની પેનલનો વિજય
  • અમરેલી જિલ્લામાં ચલાલા નગરપાલિકા વોર્ડ નં. 1 પર ભાજપની પેનલનો વિજય
  • રાપર નગરપાલિકા વોર્ડ નં. 1 પર ભાજપની પેનલનો વિજય
  • નવસારી જિલ્લામાં બીલીમોરા નગરપાલિકા વોર્ડ નં. 1 પર ભાજપની પેનલનો વિજય
  • પારડી નગરપાલિકા ચૂંટણીમાં વોર્ડ નં. 1 પર ભાજપની પેનલના 4 ઉમેદવારનો વિજય

8:49 AM, 18 Feb 2025 (IST)

મતદાન કેન્દ્રો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકાયો

આજે રાજ્યભરના મતગણતરી થશે, ત્યારે વિવિધ મતદાન કેન્દ્રો પર તમામ તૈયારીઓને ચકાસી લેવાઈ છે. મતગણતરી કેન્દ્ર પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. ઉપરાંત મતગણતરી કેન્દ્રોની અંદર પણ તમામ વ્યવસ્થાને છેલ્લીવાર ચકાસી તૈયારી કરી દેવાઈ છે. સ્ટ્રોંગ રૂમમાં રહેલા EVM મશીન મત ગણતરી સેન્ટર પર લવાયા છે. ટૂંક સમયમાં મતગણતરી શરુ થશે.

મતદાન કેન્દ્રો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકાયો (ETV Bharat Gujarat)

Last Updated : Feb 18, 2025, 3:29 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.