નવસારી: નવસારી શહેરમાં 10 મહિના અગાઉ ચોરીના ગુનામાં નવસારી LCB પોલીસે આરોપીને ઝડપી લીધો હતો. LCB પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે નવસારી ST ડેપો પાસેથી રીઢા ગુનેગાર મુકેશ બઘેલને ઝડપી પાડ્યો હતો. આ આરોપી મૂળ મધ્યપ્રદેશનો રહેવાસી છે. ત્યારે પોલીસને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે, આરોપી ઘરફોડ ચોરીમાં નિષ્ણાંત છે. પોલીસે આરોપીને અટકાયત કરીને સમગ્ર મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
બાતમીના આધારે આરોપીની અટકાયત: નવસારી ST ડેપો પાસેથી LCB એ આરોપીની અટકાયત કરીને તેની પાસેથી મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે, આરોપી મુકેશ બઘેલ અને તેની ટોળકી નવસારી, કચ્છ અને વલસાડ જિલ્લાઓમાં 5 અલગ અલગ ચોરીઓમાં સંડોવાયેલાં છે. તેની ધરપકડ બાદ, LCB પોલીસે સોનાના દાગીનાઓ કબજે કર્યા છે, જે ચોરીમાં લેવામાં આવ્યા હતા.

પોલીસની લોકોને સલાહ: LCB પોલીસના અધિકારીઓએ જણાવ્યું કે, આરોપી અને તેની ટોળકી ખાસ કરીને બંધ મકાનને ટારગેટ કરી, ઘરફોડ ચોરીઓને અંજામ આપતા હતા. આરોપીને વધુ પૂછપરછ માટે વિજલપોર પોલીસને સોંપવામાં આવ્યો છે, જેથી ચોરીમાં સંડોવાયેલ અન્ય આરોપીઓનો પર્દાફાશ થઈ શકે. પોલીસે નાગરિકોને સલાહ આપી છે કે, કોઈપણ શંકાસ્પદ વ્યક્તિ કે પ્રવૃત્તિ અંગે તુરંત સ્થાનિક પોલીસ સ્ટેશનમાં જાણ કરવી.

આ પણ વાંચો: