જંબુસરના હેડ કોન્સ્ટેબલનું કોરોનાથી મૃત્યું થતા ગાર્ડ ઓફ ઓનર અપાયું - Bharuch News
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-7767630-265-7767630-1593087433235.jpg)
ભરૂચઃ જંબુસરના વેડચ પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા જગદીશ સોલંકીનું કોરોનાના કારણે વડોદરામાં સારવાર દરમિયાન મૃત્યું થતા અંતિમ વિધિ પૂર્વે તેઓને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. તેઓ જંબુસરમાં ફરજ પર હાજર હતા એ દરમિયાન કોરોના સંક્રમણનો ભોગ બન્યાં હતા, જેથી તેઓને સારવાર અર્થે વડોદરાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતા. જો કે સારવાર દરમિયાન તેઓનું નિધન થતા પોલીસકર્મીઓ દ્વારા વડોદરામાં તેઓને અંતિમ વિધિ પૂર્વે ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું.