ETV Bharat / bharat

સંસદનું બજેટ સત્ર 2025: લોકસભામાં પ્રશ્નકાળની કાર્યવાહી, 'મોદી-મોદી'ના નારા લાગ્યા - BUDGET SESSION 2025

સંસદનું બજેટ સત્ર 2025
સંસદનું બજેટ સત્ર 2025 (Etv Bharat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Feb 10, 2025, 11:11 AM IST

Updated : Feb 10, 2025, 2:08 PM IST

નવી દિલ્હી : સંસદ બજેટ સત્ર 2025 ના 7મા દિવસની કાર્યવાહી હંગામેદાર બની શકે છે. આજે નાણામંત્રી નિર્મલા સીતારમણ લોકસભામાં નવું આવકવેરા બિલ રજૂ કરી શકે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટે શુક્રવારે નવા આવકવેરા બિલને મંજૂરી આપી હતી. નવું આવકવેરા બિલ, જે છ દાયકા જૂના આવકવેરા અધિનિયમ 1961 નું સ્થાન લેશે, તે પ્રત્યક્ષ કર કાયદાઓને સમજવામાં સરળ બનાવશે, અસ્પષ્ટતા દૂર કરશે અને ક્લેઈમમાં ઘટાડો કરશે.

LIVE FEED

1:58 PM, 10 Feb 2025 (IST)

લોકસભામાં લાગ્યા 'મોદી-મોદી'ના નારા

દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની (BJP) જીતની પૃષ્ઠભૂમિમાં, પાર્ટીના સભ્યોએ સોમવારે લોકસભામાં 'મોદી-મોદી' ના નારા લગાવ્યા હતા. 8 ફેબ્રુઆરીએ દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ સંસદના વર્તમાન બજેટ સત્રનો આજે પ્રથમ કાર્યકારી દિવસ હતો. ગૃહની કાર્યવાહી શરૂ થતાની સાથે જ ભાજપના ઘણા સભ્યો પોતપોતાના સ્થાને ઉભા થઈ ગયા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વના વખાણ કરતા નારા લગાવવા લાગ્યા. ભાજપના સભ્યોએ 'મોદી-મોદી'ના નારા લગાવ્યા. શાસક પક્ષના સભ્યોના સૂત્રોચ્ચાર વચ્ચે લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ પ્રશ્નકાળ શરૂ કર્યો.

1:31 PM, 10 Feb 2025 (IST)

દરભંગાથી દિલ્હી રાજધાની અને વંદે ભારત ટ્રેન ચલાવવા માંગ

રાજ્યસભામાં ભાજપ સાંસદ ધર્મશિલા ગુપ્તાએ દરભંગાથી દિલ્હી રાજધાની અને વંદે ભારત ટ્રેન ચલાવવાની માંગ કરી હતી.

1:29 PM, 10 Feb 2025 (IST)

શ્રીલંકાના નૌકાદળ દ્વારા માછીમારોની ધરપકડ મુદ્દે લોકસભામાં સ્થગિત પ્રસ્તાવ

કોંગ્રેસના સાંસદ મણિકમ ટાગોરે લોકસભામાં સ્થગિત દરખાસ્ત રજૂ કર્યો હતો. જેમાં તેઓએ શ્રીલંકાના નૌકાદળ દ્વારા 14 ભારતીય માછીમારોની ધરપકડ અંગે ચર્ચા કરવાની માંગ કરી. મણિકમ ટાગોરે નોટિસમાં ઉલ્લેખ કર્યો કે, 9 ફેબ્રુઆરીના રોજ શ્રીલંકન નૌકાદળે રામેશ્વરમ અને થંગાસચીમદમમાંથી 14 માછીમારોને આંતરરાષ્ટ્રીય દરિયાઈ સીમા રેખા (IMBL)નું ઉલ્લંઘન કરવા બદલ અટકાયતમાં લીધા હતા.

1:26 PM, 10 Feb 2025 (IST)

મહાકુંભમાં નાસભાગ મુદ્દે રાજ્યસભામાં સ્થગિત નોટિસ રજૂ કરી

આમ આદમી પાર્ટીના (AAP) સાંસદ સંજયસિંહે સોમવારે રાજ્યસભામાં નિયમ 267 હેઠળ સ્થગિત કરવાની નોટિસ દાખલ કરી હતી. આ દરખાસ્તમાં ગત 29 જાન્યુઆરીએ પ્રયાગરાજમાં થયેલી નાસભાગ પર ચર્ચાની માંગણી કરી હતી, જેમાં 30 લોકોના મોત થયા હતા અને 60 થી વધુ લોકો ઘાયલ થયા હતા. સંજયસિંહે રાજ્યસભાના મહાસચિવને લખેલા તેમના પત્રમાં આરોપ લગાવ્યો છે કે 'દુઃખદ' દુર્ઘટના યોગી આદિત્યનાથના નેતૃત્વવાળી ઉત્તર પ્રદેશ સરકારના ગેરવહીવટ અને VIP સંસ્કૃતિનું પરિણામ છે.

1:23 PM, 10 Feb 2025 (IST)

લોકસભામાં કાર્ય સ્થગિત દરખાસ્ત

કોંગ્રેસના સાંસદ મનીષ તિવારીએ યુનાઇટેડ સ્ટેટ્સમાંથી દેશ નિકાલ કરાયેલા ભારતીય નાગરિકો સાથે થયેલો વ્યવહાર અને આ બાબતે ભારત સરકારના પ્રતિભાવ અંગે ચર્ચા કરવા લોકસભામાં સ્થગિત દરખાસ્ત રજૂ કર્યો હતો.

Last Updated : Feb 10, 2025, 2:08 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.