ETV Bharat / bharat

છત્તીસગઢના બિલાસપુરમાં એક બાદ એક, 8 લોકોના મોત : લઠ્ઠાકાંડની આશંકા - CG LOFANDI VILLAGE OF BILASPUR

બિલાસપુરના લોફંડી ગામમાં 5 ફેબ્રુઆરીથી 8 લોકોના મોત થયા છે. જિલ્લા વહીવટી તંત્ર આ બાબતે તપાસ કરી રહ્યું છે.

છત્તીસગઢના લોફંડી ગામમાં 8 લોકોના મોત
છત્તીસગઢના લોફંડી ગામમાં 8 લોકોના મોત (ETV BHARAT)
author img

By ETV Bharat Gujarati Team

Published : Feb 10, 2025, 11:07 AM IST

છત્તીસગઢ : બિલાસપુર જિલ્લાના લોફંડી ગામમાં 5 ફેબ્રુઆરીથી લોકોના મોત થઈ રહ્યા છે. અત્યાર સુધીમાં આ ગામમાં કુલ 8 લોકોના મોત થયા છે. આજે બિલાસપુર સિમ્સમાં 8મા વ્યક્તિનું મૃત્યુ થયું છે. જિલ્લા વહીવટીતંત્રે ગામમાંથી દારૂની બોટલો અને ખોરાકના નમૂના પરીક્ષણ માટે એકત્રિત કર્યા છે. રવિવારે હોસ્પિટલમાં એક વ્યક્તિનું મૃત્યુ થયા બાદ આ આંકડો 8 થઈ ગયો હતો.

બિલાસપુરમાં લઠ્ઠાકાંડ ? આ સમગ્ર ઘટના કોની પોલીસ સ્ટેશન વિસ્તારની છે. લોફંડી ગામમાં મૃત્યુનું કારણ શોધવા માટે પ્રયાસો ચાલી રહ્યા છે. બિલાસપુર જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓએ દિવસ દરમિયાન ખોરાક, દારૂ અને ખાલી દારૂની બોટલોના નમૂના પરીક્ષણ માટે એકત્રિત કર્યા. ગામના સરપંચે દાવો કર્યો હતો કે, અત્યાર સુધીમાં 9 દારૂના વ્યસનીઓના મોત થઈ ચૂક્યા છે, જ્યારે કેટલાક રહેવાસીઓ અને વિપક્ષી કોંગ્રેસનો આરોપ છે કે, આ મૃત્યુ ગેરકાયદેસર દારૂના સેવનના કારણે થયા છે.

બિલાસપુર વહીવટીતંત્ર દ્વારા ઘટનાની તપાસ: સમગ્ર ઘટનાની બિલાસપુર જિલ્લા વહીવટીતંત્ર તપાસ કરી રહ્યું છે. બિલાસપુર પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, શનિવારે છત્તીસગઢ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (CIMS) બિલાસપુરમાં દાખલ કરાયેલા પવન કશ્યપનું આજે સવારે સારવાર દરમિયાન મોત થયું હતું. તે 35 વર્ષનો હતો. વધુ 2 લોકોની સિમ્સના આઈસીયુમાં સારવાર ચાલી રહી છે. જ્યારે એક વ્યક્તિને ગંભીર હાલતમાં રાયપુરની આંબેડકર મેમોરિયલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. પવનના ભાઈ વિમલે દાવો કર્યો હતો કે, વહીવટીતંત્ર આ મામલાને દબાવવાની કોશિશ કરી રહ્યું છે. આ લોકોના મોત મહુઆના ફૂલોમાંથી બનેલી દારૂ પીવાથી થયા હતા.

આ લોકોના મોત મહુઆના ફૂલોમાંથી બનેલા દેશી દારુ પીવાથી થયું હતા. ગામડાના સમુદાયના ભોજન સમારંભ પછી આ લોકો બીમાર પડ્યા, એમ કહેવું ખોટું છે. વહીવટીતંત્ર આ મામલાને દબાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. આ બાબતને ભોજન સમારંભ સાથે કોઈ લેવાદેવા નથી. તેમાં 400 લોકો હાજર રહ્યા હતા, પરંતુ ફક્ત થોડા જ લોકોને અસર થઈ - વિમલ, મૃતક પવનનો ભાઈ

બિલાસપુર પોલીસે શું કહ્યું?: આ સમગ્ર મામલે બિલાસપુર પોલીસના એક અધિકારીએ જણાવ્યું કે, દારૂની ખાલી બોટલો જપ્ત કરવામાં આવી છે, જ્યારે ગેરકાયદેસર દારૂ વેચવાના આરોપમાં 3 લોકોની અટકાયત કરવામાં આવી છે અને તેમની પૂછપરછ ચાલું છે. તેમણે કહ્યું કે, ખાદ્ય સુરક્ષા વિભાગે તે ઘરમાં પરીક્ષણ માટે ખાદ્ય પદાર્થોના નમૂના એકઠા કર્યા છે. જ્યાં સામુદાયિક ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું. લોફંડી ગામમાં મૃત્યુની માહિતી મળ્યા બાદ, વહીવટીતંત્ર અને પોલીસ અધિકારીઓની એક ટીમે શનિવારે વિસ્તારની મુલાકાત લીધી હતી.

મોત અંગે શું કહ્યું જિલ્લા વહીવટીતંત્રે?: જિલ્લા વહીવટીતંત્રે જણાવ્યું હતું કે, 5 ફેબ્રુઆરીના રોજ ગામમાં 2 ગ્રામજનોના મોત થયા હતા. કોની પોલીસે 2 મોતમાંથી એકના સંબંધમાં કેસ નોંધ્યો હતો, જેમાં પુત્રએ તેનું કારણ સર્પદંશ હોવાનું જણાવ્યું હતું. 7-8 ફેબ્રુઆરીના રોજ વધુ 5 ગ્રામજનો મોત થયા હતા. અધિકારીએ જણાવ્યું હતું કે, રામુરામ સુનહેલ સિવાય, અન્ય તમામ મૃતકોના અગ્નિસંસ્કાર અધિકારીઓને જાણ કર્યા વિના કરવામાં આવ્યા હતા. સુનહેલના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે છત્તીસગઢ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (CIMS), બિલાસપુર મોકલવામાં આવ્યો હતો. પ્રાથમિક પીએમ રિપોર્ટ મુજબ, મૃત્યુનું કોઈ ચોક્કસ કારણ જાણી શકાયું નથી. હવે, વિસેરા, હિસ્ટોપેથોલોજી અને બ્લડ રિપોર્ટ આવ્યા પછી, મૃત્યુનું સાચું કારણ જાણી શકાશે.

સમુહ ભોજનમાં લોકોની તબિયત લથડી: બિલાસપુર જિલ્લા વહીવટીતંત્રે જણાવ્યું હતું કે, ગ્રામજનોએ માહિતી આપી હતી કે, લોફંડી ગામમાં 3 થી 6 ફેબ્રુઆરી દરમિયાન એક લગ્ન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારબાદ ઘણા લોકો સમુહ ભોજન સમારંભમાં હાજરી આપી હતી. મૃત્યુ પામેલા લોકોએ પેટમાં દુખાવો, ઉલટી અને ચક્કરની ફરિયાદ કરી હતી. તેમાંથી કેટલાક પહેલાથી જ બીમાર હોવાનું જણાયું હતું.

કોંગ્રેસના ભાજપ પર આરોપ: આ સમગ્ર મામલે કોંગ્રેસે રાજ્ય સરકાર પર ગંભીર આરોપો લગાવ્યા છે. વિપક્ષનો આરોપ છે કે, લોફંડી ગામમાં નકલી દારૂ પીવાથી 8 લોકોના મોત થયા છે. આ માટે શાસક ભાજપ જવાબદાર છે.

સોર્સ: PTI

આ પણ વાંચો:

  1. વિશ્વમાં વાગશે ભારતનો ડંકો, 2047 સુધીમાં બનશે પાંચમો મોટો ફાર્માસ્યુટિકલ સપ્લાયર
  2. તિરુપતિ લાડુ વિવાદ : ભેળસેળયુક્ત ઘી કેસમાં CBI દ્વારા 4 લોકોની ધરપકડ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.