મોરબી પંથકમાં ફરી મેઘમહેર, મચ્છુ ૨ અને મચ્છુ 3 ડેમના દરવાજા ખોલવામાં આવ્યા
🎬 Watch Now: Feature Video
મોરબીઃ જીલ્લામાં ગત રાત્રીથી પુનઃમેઘરાજાની એન્ટ્રી જોવા મળી રહી છે. મોરબી જીલ્લાના ડેમો ઓગસ્ટ માસમાં જ ભરાઈ ગયા હતા. શરુ થયેલા વરસાદ અને ઉપરવાસમાંથી પાણીની આવકને પગલે મોરબીના મચ્છુ ૨ અને મચ્છુ 3 ડેમના દરવાજા ખોલવાની ફરજ પડી હતી. મોરબીમાં રવિવારે રાત્રીથી સોમવારે બપોર સુધીમાં મોરબી પંથકમાં ૪૯ મીમી, વાંકાનેરમાં ૩૩ મીમી, ટંકારામાં ૫૯ મીમી અને માળિયામાં ૧૧ મીમી વરસાદ નોંધાયો હતો.જોકે હળવદ પંથકમાં વરસાદ વરસાદ નોંધાયો નથી ગત રાત્રીથી શરુ થયેલા વરસાદને પગલે મચ્છુ ૨ અને મચ્છુ 3 ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે જે અંગે ડેમ અધિકારી જણાવે છે. કે મોરબી-વાંકાનેરમાં વરસાદ તેમજ ઉપરવાસની પાણીની આવકને પગલે મોરબીના મચ્છુ ૨ ડેમના ચાર દરવાજા બે ફૂટે ખોલવામાં આવ્યા હતા.જયારે મચ્છુ 3 ડેમના ૨ દરવાજા ૧.૫ ફૂટે ખોલવામાં આવ્યા હતા.