ETV Bharat / state

વયોવૃદ્ધ મહિલાને શિકાર બનાવતી શાતિર ચોર ટોળકી ઝડપાઇ, જાણો કેવી રીતે કરતા લૂંટ - JUNAGADH CRIME

વૃદ્ધ મહિલાઓને પેસેન્જરના રૂપમાં રિક્ષામાં બેસાડીને તેમની પાસે રહેલા સોનાના દાગીનાની લૂંટ ચલાવતી ગેંગને સોમનાથ પોલીસે ઝડપી પાડી.

વયોવૃદ્ધ મહિલાને શિકાર બનાવતી શાતિર ચોર ટોળકી ઝડપાઇ
વયોવૃદ્ધ મહિલાને શિકાર બનાવતી શાતિર ચોર ટોળકી ઝડપાઇ (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 16, 2024, 7:06 AM IST

જૂનાગઢ: વયોવૃદ્ધ મહિલાઓને પેસેન્જરના રૂપમાં રિક્ષામાં બેસાડીને તેમની પાસે રહેલા સોનાના દાગીનાની લૂંટ ચલાવતી રાજકોટની એક ગેંગને વેરાવળ પોલીસે ઝડપી પાડી છે. પાંચ મહિલા અને ચાર પુરુષોની બનેલી આ ગેંગે અત્યાર સુધીમાં વેરાવળ, રાજકોટ, સુરત, મોરબી અને ભાવનગરમાં આ જ પ્રકારે વૃદ્ધ મહિલાને શિકાર બનાવીને તેમની પાસેથી સોનાના દાગીનાની લૂંટ ચલાવી હતી. સમગ્ર મામલામાં સોમનાથ પોલીસે આજે નવ આરોપીની અટકાયત કરીને ધોરણેસરની કાર્યવાહી શરૂ કરી છે.

વૃદ્ધ મહિલાઓને શિકાર બનાવતી ગેંગ: વેરાવળ પોલીસને એક મોટી સફળતા મળી છે. વૃદ્ધ મહિલાઓને પેસેન્જરના રૂપમાં રિક્ષામાં બેસાડીને તેમની પાસે રહેલા સોનાના દાગીનાની લૂંટ ચલાવતી ગેંગને સોમનાથ પોલીસે ઝડપી પાડીને તેમની પાસેથી રૂપિયા 3 લાખ કરતાં વધુના મુદ્દામાલને ઝડપી પાડ્યો છે. તમને જણાવી દઈએ કે, 28 ઓક્ટોબરના દિવસે વેરાવળના ફરિયાદી મહિલાની ફરિયાદને આધારે પોલીસે તપાસ શરૂ કરી હતી, જેમાં આ ગેંગ ત્રણ રીક્ષા સાથે સોનાના દાગીનાની લૂંટ કરતી હોવાનું સામે આવતા પોલીસે તમામને પકડી પાડ્યા છે.

સોનાના દાગીનાની લૂંટ ચલાવતી ગેંગને સોમનાથ પોલીસે ઝડપી પાડી (Etv Bharat Gujarat)

વૃદ્ધ મહિલાને બનાવતા શિકાર: ત્રણ રિક્ષામાં સવાર રિક્ષાચાલક અને અન્ય બે મહિલાઓ રિક્ષામાં બેસીને વયોવૃદ્ધ અને સરળ શિકારની શોધમાં ફરતી હતી. વૃદ્ધ મહિલાઓ કે જેમણે સોનાના દાગીના પહેર્યા હોય આવી મહિલાઓને એકદમ સફળતાથી રિક્ષામાં નજીવા દરે પેસેન્જર તરીકે બેસાડતા હતા. અહીં સિક્ષમાં બેસેલી ગેંગની અન્ય મહિલાઓ વૃદ્ધ મહિલાના શરીર પર રહેલા સોનાના દાગીના યુક્તિ પ્રયુક્તિથી સેરવી લઈને ખૂબ જ સફળતાપૂર્વક લૂંટી લેવામાં આવતા હતા. અને ત્યારબાદ આ તમામ આરોપી ફરાર થઈ જતાં હતા. તમને જણાવી દઈએ કે, પોલીસે તમામ આરોપી પાસેથી સોનાના બે ધાળીયા અને ત્રણ રીક્ષા મળીને કુલ 3 લાખનો મુદ્દામાલ પણ કબજે કર્યો છે.

તમામ આરોપીઓના નામે રાજ્યમાં અલગ અલગ ગુના: જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાએ મધ્યમોને વિગતો આપતા જણાવ્યું હતું કે, પોલીસ પકડમાં રહેલા કિશોર ચારોલીયા, અરવિંદ કાનજીયા, આકાશ સોલંકી, અજીત સોલંકી, પ્રભા સોલંકી, જના સોલંકી, કોમલ કાનજીયા, જયા સોલંકી, અને મીના સોલંકી નામના તમામ આરોપી સામે રાજકોટ, સુરત, મોરબી, ભાવનગર અને વેરાવળમાં સોનાના દાગીનાની લૂંટ કરવાના ગુનાઓ નોંધાયા છે. વયોવૃદ્ધ મહિલાઓને શિકાર બનાવતા ચોર ટોળકીના સભ્યો ધાર્મિક પર્યટન સ્થળને સોનાના દાગીનાની લુટ કરવા માટે પ્રથમ પસંદગી કરતા હતા. વયોવૃદ્ધ મહિલાઓ પણ ધાર્મિક સ્થાનોમાં આવતી હોય છે. જેને ધ્યાને રાખીને સરળ શિકાર મળે તે માટે રાજકોટથી સોમનાથ ખાસ લુટ કરવા માટે આ તમામ આરોપીઓ ઓટો રિક્ષામાં આવ્યા હતા. જોકે આ તમામ આરોપીઓને સોમનાથ પોલીસે પકડી પાડીને ધોરણસરની કાર્યવાહી શરૂ કરી છે.

આ પણ વાંચો:

  1. સિટીલાઇટ આગ દુર્ઘટનામાં સેશન્સ કોર્ટે ત્રણ આરોપીઓના બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા
  2. ઉપલેટામાં ચકચારી પાર્સલ બોમ્બકાંડના આરોપીનો નિર્દોષ છુટકારો, જાણો સમગ્ર ઘટના શું હતી?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.