અમદાવાદ : આજે 20 જાન્યુઆરી, રવિવારના રોજ ચંદ્ર કન્યા રાશિમાં છે. આ રાશિફળમાં આપણે જાણીશું કે કઈ રાશિના જાતકોનું આજનો દિવસ સારો રહેશે. કાર્યક્ષેત્રમાં બધી બાર રાશિઓનો દિવસ કેવો પસાર થશે. કોને મળશે પાર્ટનરનો સાથ. આજનું રાશિફળ ચંદ્ર પર આધારિત છે.
મેષ: ચંદ્રનું ભ્રમણ આજે કન્યા રાશિમાં છે જે આપની રાશિથી ષષ્ટમ ભાવમાં છે. આજનો દિવસ નાણાંકીય અને વ્યવસાયિક દૃષ્ટિએ ફાયદાકારક રહેશે. આપના લાંબાગાળાના આર્થિક આયોજનો પાર પડશે. વ્યવસાય નવી યોજનાઓ બનાવી શકશો. આપે લોકહિત માટે કરેલા કાર્યોથી આપનું મન આનંદમાં રહેશે. આપનું સ્વાસ્થ્ય સારું રહેશે. આપ સતત લોકોના સંપર્કમાં રહેશો. આપ વિરોધીઓને મ્હાત આપી શકશો.
વૃષભ: ચંદ્રનું ભ્રમણ આજે કન્યા રાશિમાં છે જે આપની રાશિથી પંચમ ભાવમાં છે. આપ આજે મહેનતના પ્રમાણમાં ઓછું ફળ મેળવી શકશો છતાં આપ દૃઢતાપૂર્વક આપનું કામ આગળ વધારશો. આપ આપના વર્તન અને વાણી દ્વારા લોકોને પ્રભાવિત કરી શકશો અને તેમના તરફથી લાભ મેળવી શકશો. આપની સૌમ્ય વાણીને કારણે આપ નવા સંબંધો બાંધી શકશો. આજે કલા અને સાહિત્યક્ષેત્રે રસ દાખવશો. અભ્યાસમા આગળ વધવા માટે પણ સમય સારો છે. બહારનું ખાશો નહીં, તેના કારણે પેટની તકલીફ થઇ શકે છે.
મિથુન: ચંદ્રનું ભ્રમણ આજે કન્યા રાશિમાં છે જે આપની રાશિથી ચતુર્થ ભાવમાં છે. વધુ પડતી લાગણીશીલતા આપના મનને આળું બનાવશે. ખાસ કરીને જળાશય અને સ્ત્રીવર્ગથી ચેતતા રહેવું પડે. મનની પરિસ્થિતિ ડામાડોળ રહેવાના કારણે મહત્વના નિર્ણય લેવાનું ટાળજો અથવા યોગ્ય તજજ્ઞ વ્યક્તિના માર્ગદર્શન સાથે આગળ વધી શકશો. માતાની તબિયતની વિશેષ કાળજી લેવાની સલાહ છે. કૌટુંબિક કે જમીન-જાયદાદના પ્રશ્નો હાલામાં છંછેડવા જેવા નથી. શક્ય હોય ત્યાં સુધી વધુ નિદ્રા લેવી.
કર્ક: ચંદ્રનું ભ્રમણ આજે કન્યા રાશિમાં છે જે આપની રાશિથી તૃતીય ભાવમાં છે. વર્તમાન દિવસે આપને કોઇ ભાઇભાંડુઓથી લાભ અને આનંદ મળશે. દોસ્તોની મહેફિલ અને સ્વજનોના સંગાથનો ભરપૂર આનંદ માણશો. રમણીય સ્થળે પ્રવાસ- પર્યટન પર જવાની શક્યતા છે. આપના દરેક કાર્યમાં સફળતા મળશે. પ્રતિસ્પર્ધીઓને મહાત કરી શકશે. પ્રિયપાત્રનો મનગમતો સંગાથ મળે. લાગણીસભર સંબંધોના બંધનમાં સુખનો અનુભવ કરશો. ભાગ્યવૃદ્ધિના પ્રસંગો બને. સમાજમાં આપનો માન મોભો વધે. નાણાકીય લાભની સંભાવના છે.
સિંહ: ચંદ્રનું ભ્રમણ આજે કન્યા રાશિમાં છે જે આપની રાશિથી દ્વિતિય ભાવમાં છે. પરિવારના સભ્યો સાથે સુખશાંતિથી દિવસ પસાર થાય તેમનો સાથ સહકાર મળે. સ્ત્રી મિત્રોની વિશેષ મદદ મેળવી શકશો. દૂર વસતા મિત્રો અને સ્નેહીજનો સાથેનો સંપર્ક કે સંદેશવ્યવહાર આપને લાભદાયી નીવડશે. આપ પ્રભાવિત વાક્છટાથી અન્ય લોકોનું ધ્યાન કેન્દ્રીત કરી શકો. આવક કરતાં ખર્ચનું પ્રમાણ વધારે રહે. ઉત્તમ ભોજનની પ્રાપ્તિ થાય. નિર્ધારિત કાર્યોમાં ઓછી સફળતા મળે.
કન્યા: ચંદ્રનું ભ્રમણ આજે કન્યા રાશિમાં છે જે આપની રાશિથી પ્રથમ ભાવમાં છે. આજના લાભદાયી દિવસે આપની વૈચારિક સમૃદ્ધિ વધશે. વાક્ચાતુર્ય અને મીઠી વાણીથી આપ લાભ પ્રદ સુમેળભર્યા સંબંધો વિકસાવી શકો. ઉત્તમ ભોજન, ભેટ-સોગાદ અને સુંદર વસ્ત્રોની પ્રાપ્તિ થાય. શરીર તેમજ મનની સ્વસ્થતા જળવાય. સુખ આનંદની પ્રાપ્તિ, જીવનસાથીની નિકટતા અને પ્રવાસ પર્યટનથી આપનો આજનો દિવસ ખુશહાલ રહેશે.
તુલા: ચંદ્રનું ભ્રમણ આજે કન્યા રાશિમાં છે જે આપની રાશિથી દ્વાદશ ભાવમાં છે. આજે આપે સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું પડશે. આપનું મન પણ સહેજ ઉચાટભર્યું રહેશે. આપના બેજવાબદાર વલણને કારણે આપ મુશ્કેલીમાં મુકાઇ શકો છો માટે કામમાં એકચિત્ત રહેવું અને જવાબદારી ઉપાડવાની અને નિભાવવાની તૈયારી રાખવી. વાણીમાં મીઠાશ લાવજો. મનોરંજન અને મોજમસ્તીમાં નાણાં ખર્ચો તેવી શક્યતા છે. આધ્યાત્મિકતા આપને મદદરૂપ સાબિત થશે.
વૃશ્ચિક: ચંદ્રનું ભ્રમણ આજે કન્યા રાશિમાં છે જે આપની રાશિથી એકાદશ ભાવમાં છે. નોકરી ધંધા અને વ્યવસાય ક્ષેત્રે આજે આપને લાભ જ લાભ છે. આ સાથે મિત્રો, સગાંસંબંધીઓ અને વડીલો તરફથી પણ લાભ પ્રાપ્તિનો સંકેત છે. સામાજિક મેળાવડા, પર્યટન જેવા પ્રસંગોમાં જવાનું બને. શરીર અને મનથી આપ ખૂબ પ્રફુલ્લિત રહેશો. આવકના સ્ત્રોત વધશે. અપરિણિતો માટૈ લગ્નયોગ બને છે. સાંસારિક જીવનમાં આનંદનો અનુભવ કરશો.
ધન: ચંદ્રનું ભ્રમણ આજે કન્યા રાશિમાં છે જે આપની રાશિથી દશમ ભાવમાં છે. આજે આપની યશ, કીર્તિ, પ્રતિષ્ઠામાં વધારો થશે. કાર્યક્ષેત્રે ઉપરી અમલદારો ખુશ રહેતાં બઢતીની શક્યતાઓ વધે. તંદુરસ્તી જળવાય. પરિવારમાં આનંદનું વાતાવરણ રહે. પિતા તરફથી તેમજ સરકાર તરફથી લાભ મળે. આર્થિક આયોજનો સારી રીતે પાર પડે. વેપાર ધંધાર્થે પ્રવાસ થાય. અન્ય લોકોને મદદરૂપ થવાનો પ્રયત્ન કરશો. દાંપત્યજીવનમાં મધુરતા રહે.
મકર: ચંદ્રનું ભ્રમણ આજે કન્યા રાશિમાં છે જે આપની રાશિથી નવમ ભાવમાં છે. આપનો આજનો દિવસ મિશ્રફળદાયી નીવડશે. બૌદ્ધિક કાર્યો અને વ્યવસાયમાં નવી વિચારસરણી અમલમાં મૂકશો. લેખન અને સાહિત્યને લગતી પ્રવૃત્તિઓમાં આપની સર્જનાત્મકતા દેખાશે, છતાં મનના કોઇક ખૂણે આપને અસ્વસ્થતા અનુભવાશે. પરિણામે શારીરિક થાક અને કંટાળો રહે. સંતાનોના પ્રશ્નો વિશે ચિંતા ઉદભવે. ઉપરી અધિકારીઓ કે હરીફો સાથે ચર્ચામાં ઉતરવું હિતાવહ નથી.
કુંભ: ચંદ્રનું ભ્રમણ આજે કન્યા રાશિમાં છે જે આપની રાશિથી અષ્ટમ ભાવમાં છે. આજે આપને અનૈતિક કૃત્યોથી દૂર રહેવું તેમજ કોઇપણ વસ્તુને સકારાત્મક દૃષ્ટિકોણથી જોવી. ખર્ચ વધવાના પરિણામે નાણાંભીડ રહે. ગુસ્સાની લાગણી પર કાબૂ રાખવો પડશે કારણ કે થોડુગણું પણ કામનું ભારણ વધશે તો પણ તમે અકળાઇ જાવ તેવી શક્યતા છે. આવી સ્થિતિમાં ધીરજ અને સંયમ રાખવાની સલાહ છે. આર્થિક તંગીથી બચવા માટે શક્ય હોય ત્યાં સુધી બિનજરૂરી ખર્ચ ટાળવા. શારીરિક અને માનસિક સ્વસ્થતા માટે આધ્યાત્મિક બાબતોમાં ધ્યાન આપી શકો છો.
મીન: ચંદ્રનું ભ્રમણ આજે કન્યા રાશિમાં છે જે આપની રાશિથી સપ્તમ ભાવમાં છે. રોજિંદા કાર્યોમાંથી બહાર આવી આજે આપ હરવા ફરવા અને મનોરંજન પાછળ આપનો સમય વીતાવશો. સ્વજનો તથા મિત્રવર્તુળ સાથે પિકનિક પર જવાનું આયોજન થશે. સિનેમા, નાટક કે બહાર જમવા- જવાનો કાર્યક્રમ આપને આનંદિત કરશે. કલાકાર કસબીઓને પોતાનો હુન્નર પ્રદર્શિત કરવાની તક મળશે. વ્યવસાયમાં ભાગીદારી માટે શુભ સમય છે. દાંપત્યજીવનમાં વધારે નિકટતામાણી શકાય. જાહેર જીવનમાં માનસન્માન મળે.