સરકારની સૂચનાના પગલે ગાંધી જન્મસ્થળ સહિતના મંદિરો બંધ કરાયા
🎬 Watch Now: Feature Video
પોરબંદરઃ ભારતભરમાં કોરોના વાઇરસનો ભય ફેલાઇ રહ્યો છે, ત્યારે સરકાર દ્વારા દેશમાં જે પણ પ્રવાસન સ્થળ હોય અથવા મંદિરો અને જે સ્થળે લોકોના મેળાવડા થતાં હોય તે સ્થળ બંધ રાખી લોકોને ઉપસ્થિત ન રહેવાનો પરિપત્ર જાહેર કરાયો છે. ત્યારે સત્ય અને અહિંસાના પૂજારી ગાંધીજીના જન્મસ્થળ કીર્તિમંદિરને પણ બંધ કરવામાં આવ્યું છે અને ત્યાં સૂચન બોર્ડ પણ લખવામાં આવ્યું છે. જેમાં આગામી 31 માર્ચ સુધી પોરબંદર સહિત આસપાસના આવેલા પ્રવાસન સ્થળોને બંધ રાખવામાં આવ્યા છે અને સામાજિક ધાર્મિક મેળાવડા ન કરવા પોરબંદર કલેકટરે સૂચના આપી હોવાનું જણાવ્યું છે. આ ઉપરાંત કોરોના વાઈરસને લઈને સોશિયલ મીડિયામાં અફવાઓ ફેલાવતા તત્વો સામે કડક પગલાં લેવાની પણ સૂચના અપાઇ છે.