સુરત: રાજ્યનું આર્થિક નગર ગણાતું સુરત આજે સમગ્ર દેશમાં ચમકી રહ્યું છે. સુરત રાજ્ય અને દેશને હીરા અને કાપડ પૂરા પાડવામાં મહત્વનું યોગદાન આપે છે. આ ઉપરાંત સુરતમાં વેપાર કરતા લોકો પણ પોતાની સૂઝબૂઝથી માર્કેટમાં સારો વેપાર કરી લે છે. ત્યારે હાલ વધુ એકવાર સુરત વેપારીઓના કારણે ચર્ચામાં આવ્યું છે.
સુરતની સાડીઓ વિદેશમાં ચર્ચાનું કેન્દ્ર: સુરતની ટેક્સટાઇલ માર્કેટ એશિયાની સૌથી મોટી માર્કેટ ગણવામાં આવે છે. અહીંની માર્કેટમાં અલગ અલગ સાડીઓનું વેચાણ થાય છે. ઉપરાંત અહીંની સાડીઓના નામો પણ જાત-ભાતના હોય છે. સુરતની સાડીઓ દેશભરમાં અને વિદેશમાં પણ ચર્ચાનું કેન્દ્ર બને છે. આમ, તેની કિંમત અને તેની ડિઝાઇનને કારણે તો તે હંમેશા ચર્ચામાં રહે છે, ત્યારે લગ્ન સિઝનની શરૂઆતે જ ટેક્સટાઇલ માર્કેટમાં છેલ્લા કેટલાક દિવસથી અલગ પ્રકારનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. સુરતમાં ટ્રેનોના નામની સાડીએ લોકોમાં આકર્ષણ જમાવ્યું છે.
સાડીઓના અલગ અલગ ટ્રેનોના નામ: સુરતના માર્કેટમાં હાલ સુધીમાં તો પુરુષ અને સ્ત્રીઓના કપડાના નામ ફકત હીરો અને હિરોઈન તેમજ અલગ અલગ ફિલ્મોના નામ આપવામાં આવતા હતા, ત્યારે હાલ સુરતના કાપડ માર્કેટમાં અલગ અલગ સાડીઓના અલગ અલગ ટ્રેનોના નામે સાંભળવા અને જોવા મળી રહ્યા છે.આ સાડીઓનાં નામ સાંભળી સૌ કોઈ આશ્ચર્ય પામી રહ્યા છે. અહીંના માર્કેટમાં વંદે ભારત, તેજસ અને શતાબ્દી જેવા ટ્રેનોના નામે સાડીઓનું વેચાણ થઈ રહ્યું છે.
ટ્રેનોના નામોની સાડીએ માર્કેટમાં ધૂમ મચાવી: આર્થિક શહેર તરીકે જાણીતા સુરતમાં બનતી સાડીઓ ફક્ત ગુજરાત રાજ્ય પૂરતી મર્યાદિત નથી રહી, પરંતુ અલગ અલગ દેશોમાં અને વિદેશ સુધી પણ વખણાય છે. રાજધાની, શતાબ્દી, દુરન્તો, અગસ્ટ ક્રાંતિ જેવી દેશની જાણીતી ટ્રેનોના નામોની સાડીએ માર્કેટમાં ધૂમ મચાવી રહી છે. આ સાડીઓના નામની સાથે સાથે તેની ડિઝાઈન અને કલર્સ પણ એક કરતાં એક ચઢિયાતા છે. સિલ્ક, શિફોન, ક્રેપ, ઓર્ગેન્ઝા જેવા કાપડ પર જરી, ટીકી વર્કની સાડીઓની આ વખતે ખૂબ ડિમાન્ડ જોવા મળી રહી છે.
માર્કેટમાં 1.25 લાખ કરતા વધુ દુકાનો: તમને જણાવી દઈએ કે, સુરતના સારોલી વિસ્તારમાં 216 જેટલી ટેક્સટાઇલ માર્કેટ હાલ કાર્યરત છે. આ ટેક્સટાઇલ માર્કેટમાં 1.25 લાખ કરતા વધુ દુકાનોમાં 70000 જેટલા વેપારીઓ વેપાર કરી રહ્યા છે. સુરતના એક વેપારી દ્વારા સાડીઓને દેશની જાણીતી ટ્રેનોના નામ આપી વેપાર કરવામાં આવી રહ્યો છે. વેપારી દ્વારા હલ્દી ચંદન, આમ્રપાલી, પિહાર, સ્વીટ હાર્ટ, એશ્વર્યા, જવાન જેવા અલગ અલગ નામોથી પણ સાડીઓનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. પરંતુ હવે વેપારી દ્વારા વંદે ભારત, તેજસ, રાજધાની, શતાબ્દી, દુરંતો એક્સપ્રેસ, અગસ્ત ક્રાંતિ જેવી દેશની જાણીતી ટ્રેનોના નામે સાડીઓનું વિશેષ વેચાણ કરવામાં આવી રહ્યું છે. આમ, અલગ અલગ ટ્રેનોના નામ સાથે સાડીઓનું વેચાણ થઈ રહ્યું છે.
સદીની કિંમત 300થી લઈને 1000 રૂપિયા: આ સાદીઓની કિંમતની વાત કરીએ તો તે 300થી લઈને 1000 રૂપિયા સુધીની છે. જે શિવફોન મટીરીયલ, રેનીયલ, 60 ગ્રામ વેટલેસ જેવા મટીરીયલથી તૈયાર કરવામાં આવી છે. વર્ષોથી આ રીતે જાણીતા નામો સાડીઓને આપવામાં આવી રહ્યા છે. બીજી રીતે જોઈએ તો આ એક માર્કેટિંગનો નવો ફંડા છે. જેથી નામો સાંભળી લોકો સરળતાથી સાડીઓ પ્રત્યે આકર્ષિત થઈ જાય છે. આમ, આ સાડીઓની ડિમાન્ડ માત્ર ગુજરાત નહીં પરંતુ દિલ્હી, યુપી, બિહાર, એમપી, ઝારખંડ, રાજસ્થાન, મહારાષ્ટ્ર સહિતના અલગ અલગ રાજ્યોમાં પણ છે જેના મારે ત્યાંની મંડીમાંથી વેપારીઓ સદી ખરીદવા માટે અહીં આવે છે.
આ પણ વાંચો: