જામનગર મહાનગરપાલિકાની કડક કાર્યવાહી: ટેક્સ ન ભરતા સ્કૂલ અને બે કારખાના સીલ
🎬 Watch Now: Feature Video
જામનગર: જામનગર મહાનગરપાલિકા દ્વારા બાકી રહેતા મિલકત વેરાની વસૂલાત કરવા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેના ભાગરૂપે દિ.પ્લોટ વિસ્તારમાં એક માધ્યમિક શાળાનો ટેકસ બાકી હતો. જેની ભરપાઈ નહીં કરાતા તંત્ર દ્વારા આજે શાળાને સીલ કરવામાં આવી છે. આ સાથે 60 ટકા જેટલા લોકોને નોટિસ પણ આપવામાં આવી છે. ત્યારે ટેકસની વસૂલાત કરવા જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના તંત્રએ કડક કાર્યવાહી હાથ ધરી છે. જે અંતર્ગત શહેરના દિ. પ્લોટ શેરી નંબર 49ના ખૂણે આવેલા પંચશીલ પ્રાથમિક અને માધ્યમિક શાળાનો છેલ્લા ઘણા સમયથી મિલકત વેરો બાકી હતો. જેને નોટિસ આપવા છતાં મિલકત વેરો ભરવામાં નહીં આવતા આજરોજ જામનગર મહાનગરપાલિકાના ટેકસ શાખાના અધિકારી જીજ્ઞેશ નર્મલિ અને તેમની ટીમ દ્વારા મિલકત વેરો વસૂલાતના ભાગરૂપે શાળાને સીલ કરી દેવામાં આવી છે.