સુરત: સુરતના કતારગામ વિસ્તારમાં આવેલ રત્નમાલા સર્કલ નજીક નજીવી બાબતે બોલેરો વાહન ચાલકે 57 વર્ષીય આધેડને અડફેટે લઈને 100થી 150 મીટર ઢસડ્યા હતાં જેમાં તેમનું મોત થયું છે. જોકે આ ઘટના મૃતકના પુત્રની સામે જ ઘટી હતી. બનાવની જાણ થતાં જ કતારગામ પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. જ્યાં પીકઅપ વાહન ચાલક આરોપી ત્યાંથી ફરાર થઇ ગયો હતો. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. જોકે પોલીસે વાહન ચાલાક આરોપીને સીસીટીવીના આધારે ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડ્યો હતો.
શું છે સમગ્ર મામલો?: આ ઘટના બાબતે સુરત STSC ના એસીપી એમ.ડી.ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, 'આ ઘટના ખૂબ જ દુઃખદ છે. જેમાં એક મોટર સાયકલ પર સવાર જીતેન્દ્રભાઈ અને તેમના પુત્ર ભાવિન જેઓ કતારગામ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા રત્નમાલા સર્કલ પાસેથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે ત્યાં એક પીકઅપ વાહન ચાલક સાથે તેમની થોડી ટક્કર વાગી ગઈ હતી. જેમાં તેઓ વચ્ચે બોલાચાલી થઈ ગઈ હતી.
આધેડને 100 થી 150 મીટર સુધી ઢસડ્યો: આ ઘટનાનો આરોપી પિકઅપ વાહન ચાલક મયુરે જણાવ્યું હતું કે, તમે અહીંયાથી જતા રહો નહીં તો હું તમારી ઉપર ગાડી ચડાવી દઈશ'. જેમાં મૃતક અને તેમનો પુત્ર પીકઅપ વાહન ચાલકને સમજાવી રહ્યા હતા. તે દરમિયાન જ આરોપીએ કશું સમજ્યા વગર જીતેન્દ્રભાઈ ઉપર ગાડી ચડાવી દીધી હતી અને તેમને 100 થી 150 મીટર સુધી ઢસડી લઈ ગયો હતો. જ્યાં તેમનું ઘટના સ્થળ ઉપર જ મોત નીપજ્યું હતુ. ત્યારબાદ પીકઅપ વાહન ચાલક ત્યાંથી ફરાર થઈ ગયો હતો. આ મામલે મૃતકના પુત્ર ભાવીને કતારગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
હાલ સમગ્ર મામલે ગણતરીના કલાકોમાં જ આરોપી પીકઅપ વાહન ચાલક મયુર ભરવાડને પકડી લેવામાં આવ્યો છે. હાલ તેના વિરુદ્ધમાં કાયદાકીય તપાસ હાથ ધરવામાં આવી છે. તે સાથે પીકઅપ વાહન પણ કબ્જે કરવામાં આવ્યું છે. આ બનાવમાં મૃતક જેઓ દલિત છે જેથી એટ્રોસિટી મુજબનો ગુનો નોંધવામાં આવ્યો છે.
સીસીટીવીમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે, આરોપી પીકપ વાહન ચાલક મયુર ભરવાડે 57 વર્ષીય જીતેન્દ્રભાઈ કાંઠેરિયાને વાહનથી ટક્કર મારીને તેમને 100 થી 150 મીટર સુધી ઢસડીને લઇ જઈ રહ્યો છે, જ્યાં બીજીબાજુ તેમનો પુત્ર વાહન ચાલકને રોકવાનો પ્રયત્ન પણ કરે છે. પરંતુ આરોપી પીકપ વાહન ચાલક ત્યાંથી ફરાર થઈ જાય છે અને જીતેન્દ્રભાઈ કાંઠેરિયાનું ઘટના સ્થળે જ મોત થઇ જાય છે.
આ પણ વાંંચો: