જામનગર: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે આગામી 16મી ફેબ્રુઆરીએ યોજાવાનું છે. આ માટે આજે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે. શુક્રવારે જ ભાજપે પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે. જે બાદ ટિકિટ ન મળવા નેતાઓમાં નારાજગી સામે આવી રહી છે. જામ જોધપુરમાં ભાજપમાં ઉમેદવારોની જાહેરાત બાદ ભાજપમાં ભડકો થયો છે. ભાજપના જ નેતાએ પાર્ટીમાંથી રાજીનામું ધરીને AAPમાંથી ઉમેદવારી નોંધાવી છે.
AAPમાંથી ભાજપ નેતાએ ફોર્મ ભર્યું
જામ જોધપુર ભાજપમાં ભડકો થયો છે. નગર પાલિકાના પૂર્વ પ્રમુખ લાલજીભાઈ વિંઝુડાએ વોર્ડ નં-7માં આમ આદમી પાર્ટીમાંથી ઉમેદવારી નોંધાવી છે. ઘણા વર્ષથી લાલજી વિંઝુડા ભાજપમાં હતા. ભાજપમાંથી ટિકિટ ન મળતા તેઓ AAPમાં જોડાયા છે. હજુ ભાજપમાં ભડકાના એંધાણ જોવા મળી રહ્યા છે.
હવે કોંગ્રેસ, AAP અને ભાજપમાં ટક્કર
જામજોધપુર નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રીપાઠીયો જંગ જોવા મળી રહ્યો છે. ધારાસભ્યની ચૂંટણીમાં અહીંથી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૂંટાઈ આવ્યા છે. જોકે નગરપાલિકાની ચૂંટણીમાં છેલ્લા ઘણા વર્ષોથી ભાજપનું શાસન જોવા મળી રહ્યું છે. દલિત સમાજમાંથી આવતા લાલજીભાઈ વિંઝુડા છેલ્લા ઘણા સમયથી ભાજપથી નારાજ હતા. તેમને ટિકિટને ન મળતા આખરે તેમણે આમ આદમી પાર્ટીમાંથી દાવેદારી નોંધાવી છે. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે જામજોધપુર નગરપાલિકામાં ભાજપ, કોંગ્રેસ કે આમ આદમી પાર્ટીમાંથી કોણ જીત હસીલ કરે છે.
33 વર્ષથી ભાજપમાં હતા
આ અંગે લાલજી વિંઝુડાએ કહ્યું કે, હું છેલ્લા 33 વર્ષથી ભાજપમાં હતો, સક્રિયા કાર્યકર હતો, નગરપાલિકાનો પૂર્વ પ્રમુખ છું, છતાં મારી ઉપેક્ષા થવાથી નારાજ થઈને મેં આજે AAPમાંથી વોર્ડ નંબર-7માંથી ફોર્મ ભર્યું છે. ગઈ ચૂંટણીમાં જે તેની સામે હતા તેને ટિકિટ આપે છે. અને સીનિયરને કાપે આવું આ પાર્ટી કરે છે. જેથી હું નારાજ થઈને આજથી હું AAPમાં જોડાઈને AAPના ઉમેદવાર તરીકે લડીશ.
આ પણ વાંચો: