ETV Bharat / state

સુરતમાં સિગ્નલ તોડી બેફામ આવતા ડમ્પરચાલકે સાયકલ સવાર એક વિદ્યાર્થીને અડફેટે લીધો

સુરતના પાલ વિસ્તારમાં બેફામ આવતા ડમ્પરચાલકે સાયકલ સવાર એક વિદ્યાર્થીને અડફેટે લેતા વિદ્યાર્થીને ગંભીર ઈજાઓ પહોંચી છે. જુઓ આ ઘટનાના સીસીટીવી ફૂટેજ...

સુરતના સિગ્નલ તોડી બેફામ આવતા ડમ્પરચાલકે સાયકલ સવાર એક વિદ્યાર્થીને અડફેટે લીધો
સુરતના સિગ્નલ તોડી બેફામ આવતા ડમ્પરચાલકે સાયકલ સવાર એક વિદ્યાર્થીને અડફેટે લીધો (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : 2 hours ago

સુરત: શહેરનાં પાલ વિસ્તારમાં બેફામ આવતા ડમ્પરચાલકે સાયકલ સવાર એક વિદ્યાર્થીને અડફેટે લેતા વિદ્યાર્થીને ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે, જેના આધારે પાલ પોલીસે ડમ્પરચાલકની અટકાયત કરી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

સીસીટીવીમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે, વિદ્યાર્થી સાયકલ લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે પૂર ઝડપે આવી રહેલા ડમ્પરચાલકે વિદ્યાર્થીને અડફેટે લઇ લીધો અને પછી ફરાર થઇ ગયો હતો. સમગ્ર મામલે વિદ્યાર્થીના પિતાએ પાલ પોલીસ સ્ટેશનમાં ડમ્પરચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદના આધારે પાલ પોલીસ દ્વારા ડમ્પર ચાલક કમલેશની ધરપકડ કરી છે. આ ઉપરાંત ડમ્પર પણ કબજે લેવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે, ઈજાગ્રસ્ત વિદ્યાર્થીનું નામ વેદાંત માકોડિયા છે. ગંભીર ઇજાઓના પરિણામે વિધ્યાર્થીને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો અને હાલ તેની ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

સુરતના સિગ્નલ તોડી બેફામ આવતા ડમ્પરચાલકે સાયકલ સવાર એક વિદ્યાર્થીને અડફેટે લીધો (Etv Bharat Gujarat)

સંપૂર્ણ ઘટના બાબતે પાલ પોલીસ સ્ટેશનના પી.આઈ. કે.એલ.ગધેલે જણાવ્યું કે, ગત 16 નવેમ્બરના રોજ બપોરના સમય દરમિયાન પાલ પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં આવેલ મોનાક સર્કલ પાસે એક ડમ્પરચાલક ભેંસાણથી મોનાક સર્કલ પાસે આવી રહ્યો હતો. આ દરમિયાન વિદ્યાર્થી સાયકલ ઉપર ટ્યુશન જઈ રહ્યો હતો. જ્યાં સિગ્નલ બંધ હતું છતાં ડમ્પરચાલક સિગ્નલ તોડી સ્પીડમાં આગળ આવ્યો જેના કારણે આ અકસ્માતની ઘટના બની હતી. જેમાં વિદ્યાર્થીને જમણા પગમાં ફેક્ચર થયું છે અને તેની ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

સુરત પાલ પોલીસ સ્ટેશન
સુરત પાલ પોલીસ સ્ટેશન (Etv Bharat Gujarat)

તમને વધુમાં જણાવ્યું છે કે, બનાવની જાણ તથા તાત્કાલિક પાલ પોલીસ દ્વારા ડમ્પરચાલક કમલેશની ધરપકડ કરવામાં આવી હતી. ઉપરાંત ડમ્પર પણ કબજે કરવામાં આવ્યો છે. સાથે સાથે આ રોડ ઉપર અન્ય ડમ્પરચાલકોના પણ ચેકિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

ડમ્પરચાલક ચાલક આરોપી
ડમ્પરચાલક ચાલક આરોપી (Etv Bharat Gujarat)

આ પણ વાંચો:

  1. વાહન ચાલકો પરેશાન! અમદાવાદ-મુંબઈ નેશનલ હાઇવે 48 પર 15 કિમી લાંબો ટ્રાફિક જામ
  2. ધારપુર મેડિકલ હોસ્પિટલમાં વિદ્યાર્થીનું શંકાસ્પદ મોત, વિદ્યાર્થી સાથે રેગિંગ થયાનો પરિવારજનોનો આક્ષેપ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.