ભાવનગર: વારસો વિસરાય તો નવી પેઢી જૂનવાણી વસ્તુઓથી અવગત થતી નથી. પરંતુ કેટલીક જૂનવાણી વસ્તુઓ આજે એન્ટિક પીસમાં ખપી ગઈ છે. ત્યારે જૂના સમયમાં ગામડાઓમાં ઘરે ઘરે ખાટલાનું સ્થાન હતું. પરંતુ સેટી, સોફા અને પલંગના આગમને ખાટલાને ભૂતકાળ બનાવી દીધો છે. પરંતુ ખાટલાની પ્રકૃતિના દર્શન "ખાટલી"માં થાય છે. ખાટલી પ્રસંગોપાત ભેટમાં અપાય છે. તો ઘરમાં સુશોભન માટે ખરીદી થાય છે. એક સમયનો ખાટલો આજે ખોવાઈ ગયો છે. પરંતુ આજે ઘરોમાં લાકડાની સુશોભિત સાથે ઉપયોગી વસ્તુઓ હજુ યથાવત છે. ETV BHARATએ વર્ષોથી બાપદાદાનો વ્યવસાય કરતા સંઘેડીયાઓની મુલાકાત લઈને વસ્તુઓ વિશે જાણકારી મેળવી હતી. જાણો આ ખાસ અહેવાલમાં.
લાકડાની વસ્તુઓની માંગ: ભાવનગર શહેરના શેલરશા ચોક નજીક આવેલી સંઘેડીયા બજારમાં વર્ષોથી બાપ દાદાની દુકાન ધરાવતા ભરતભાઈ કાનજીભાઈ ખત્રીએ જણાવ્યું હતું કે, સંઘેડિયા બજાર વર્ષોથી પરંપરાગત ધંધો કરીએ છીએ. ખાટલી, બાજોટ, પાટલી, વેલણ, કપડાના ધોકા, લાકડાના ઓળંગી, ઘણી બધી વસ્તુ લાકડાની બનાવીએ છે અને વર્ષોથી અમારો વંશ પરંપરાગત ધંધો છે. અગાઉ દરેક વસ્તુની કિંમત ઓછી આવતી, ખરીદ કિંમત લાકડાની, લાખના કલરની જે કાઇ આમાં મટીરીયલ વપરાતું હોય. તેની અને મજૂરી એ પ્રમાણે અગાઉ નક્કી રહેતી હતી. ત્યાર પછી વસ્તુ સસ્તી વેચાતી હતી. અત્યારે દરેક વસ્તુઓ મોંઘી વેચાય છે કેમ કે, લાકડાના ભાવ વધી ગયા, લાખના કલરના ભાવ વધી ગયા અને લાકડાની વસ્તુ જે છે. મોંઘું આવે એટલે મોંઘી વહેચાય.
સંઘેડીયાઓ ખાટલી બનાવે છે: સંઘેડીયા બજારમાં વર્ષોથી બાપદાદાની દુકાન ધરાવતા ભરતભાઈ હવે વૃદ્ધાશ્રમમાં પહોંચી ગયા છે. ત્યારે પરિવાર માટે બાપદાદાની કળા જ તેમની કમાણીનું એકમાત્ર સાધન છે. ભરતભાઈએ જણાવ્યું કે, ગામડાઓમાં ખાટલીનો ઘણો ઉપયોગ રહેતો હતો. લોકો લગ્ન માટે ખાટલી લઈ જાય, ઘર માટે ખાટલી લઈ જાય, ગોઠણની તકલીફ છે, એટલે બેસવા માટે ખાટલી લઈ જાય, પૂજા કરવા,આણામાં આપવા માટે ખાટલી લઈ જાય છે. આ કામની અંદર મટિરિયલ્સના પૈસા બાદ કરતાં જે મજૂરી મળે તેમાં અમારા કુટુંબની આજીવિકા ચાલે છે.
![ભાવનગરના સંઘેડીયા બજારમાં સંઘેડીયાઓ ખાટલીઓ બનાવે છે.](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/31-01-2025/rgjbvn02khatlidemandrtuspecialmondaymegachiragv7208680_31012025102039_3101f_1738299039_840.jpg)
![ભાવનગરના સંઘેડીયા બજારમાં સંઘેડીયાઓ ખાટલીઓ બનાવે છે.](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/31-01-2025/rgjbvn02khatlidemandrtuspecialmondaymegachiragv7208680_31012025102039_3101f_1738299039_841.jpg)
પ્રસંગોમાં ખાટલીનું ચલણ: સંઘેડીયા બજારમાં બાપદાદાની પેઢી ચલાવતા જગદીશભાઈ કાનજીભાઈ ખત્રીએ જણાવ્યું હતું કે, દીકરીઓના આણામાં ખાટલી આપવાનું ચલણ છે. વર્ષો પહેલા બનતી આ ખાટલીઓનું ચલણ આજે વધી ગયું છે. આણામાં આપવા માટે એક નવીન આઈટમ તરીકે જૂનવાણી ખાટલીને નવું સ્વરુપ આપીને અપાય છે. અમારો ધંધો રોજગાર મજૂરીથી ચાલે છે. આ ખાટલીને સ્વરુપ આપવા માટે જાત મહેનત કરીને તેને નવો આકાર આપીએ છીએ અને માલ પ્રમાણે મજૂરીના પૈસા લઈને આપીએ છીએ. જેમાં ગ્રાહકોનો જ સહારો હોય છે. ક્યારેક સારા ગ્રાહક પાસેથી સારી એવી મજૂરી સાથેનો વેપાર પણ થાય છે. હાલ આ જૂનવાણી વસ્તુને નવા લૂકમાં આપીને લોકોની જરુરીયાતચ પ્રમાણે અમે બનાવી આપીએ છીએ. નાની ખાટલીનો આજે ફર્નિચર તરીકે પણ ઘરોમાં ઉપયોગ થાય છે.
![ભાવનગરના સંઘેડીયા બજારમાં સંઘેડીયાઓ ખાટલીઓ બનાવે છે.](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/31-01-2025/rgjbvn02khatlidemandrtuspecialmondaymegachiragv7208680_31012025102039_3101f_1738299039_158.jpg)
![ભાવનગરના સંઘેડીયા બજારમાં સંઘેડીયાઓ ખાટલીઓ બનાવે છે.](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/31-01-2025/rgjbvn02khatlidemandrtuspecialmondaymegachiragv7208680_31012025102039_3101f_1738299039_628.jpg)
ખાટલીના ભાવ ગુણવત્તા પ્રમાણે: ખાટલાનું ચલણ ઘટી ગયું છે. ત્યારે જગદીશભાઈ ખત્રીએ જણાવ્યું હતું કે, ખાટલી રુ. 700 થી માંડી એક નંગના અને 2,000 ના એક નંગ સુધીની ખાટલી અમારે ત્યાં મળે છે. ક્વોલિટીને અમે વધારે મહત્વ આપીએ છીએ. 5 પૈસા થોડાક મોંઘા હોય છે, તો પણ ગ્રાહકને ગુણવત્તાયુક્ત વસ્તુ મળી રહે તેવું સંતોષકારક કામ કરી આપીએ છીએ. જેથી ગ્રાહકોને સંતોષ મળી રહે છે. આજના સમયમાં ખાટલાનો ઉપયોગ ઓછો થઈ ગયો છે. દેશી ખાટલામાં પાટી દોરી ભરીને ઉપયોગમાં લેવાનું ચલણ મધ્યમ થઈ ગયું છેય ત્યારે બેસવાની ખાટલીનું ચલણ વધુ જોવા મળ્યું છે ત્યારે ગ્રાહકોને પૂરતો સહકાર મળી રહે છે.
આ પણ વાંચો: