અમદાવાદ: ગુજરાતમાં ઠંડી વિદાય લઈ રહી છે અને ગરમી ધીરે ધીરે આગમન કરી રહી છે. ભાવનગરમાં છેલ્લા ત્રણ ચાર દિવસથી ગરમીનો પારો ઉંચકાઈ રહ્યો છે, જેથી બપોરે ઉનાળો અને રાત્રે ઠંડી હોવાથી શિયાળાનો અનુભવ થઇ રહ્યો છે. જો કે બેવડી ઋતુમાં વાતાવરણ આહલાદક લાગે છે પરંતુ કાળજી લેવામાં આવે નહિ તો વાયરલના ભરડામાં ફસાઈ શકો છો. ચાલો જાણીએ શું ધ્યાન રાખવું.
થોડા દિવસોમાં બદલાયું વાતાવરણ: ભાવનગર શહેર જિલ્લામાં શિયાળામાં કડકડતી ઠંડીનો એહસાસ લોકોએ ઝીલી લીધો છે, ત્યારે ઉત્તરાયણ બાદ ઠંડીની વિદાય થતી હોય છે. મૌસમની ઋતુ બદલવાની ચાલનો પ્રારંભ થઇ ચુક્યો છે. ભાવનગરમાં દિવસનું ઝૂકી ગયેલું તાપમાન હવે ઊંચકાઈ ગયું છે. ભાવનગર શહેરમાં છેલ્લા ત્રણ થી ચાર દિવસ દિવસનું તાપમાન 30 થી 33 સેલ્સીયસ ડીગ્રી પહોચ્યું છે, જ્યારે રાત્રીનું 16 સેલ્સીયસ ડીગ્રી પહોચ્યું છે. આમ જોઈએ તો એવરેજ આ જાન્યુઆરીના અંતના સમયમાં વધુમાં વધુ 30 અને ઓછામાં ઓછું 16 ડીગ્રી રહેતું હોય છે, પરંતુ હાલમાં 33 ડીગ્રી પહોંચતા દિવસે ગરમીનો અહેસાસ વધુ થવા લાગ્યો છે.
શુ રાખવી જોઈએ કાળજી: ડૉ. આર કે સિંહાએ જણાવ્યું હતું કે, હા અત્યારે બેવડી સિઝન છે અને સાથે સાથે અત્યારે જે છે એમાં વાયરલ ઇન્ફેક્શન જે છે એમાં આ ઇન્ફેક્શનની પરિસ્થિત જોવા મળે છે. સાથે સાથે તાવના કેસ વધ્યા છે. તેમાં ખાસ કરીને ધ્યાન રાખવું કે ભીડભાડ વાળી જગ્યામાં પણ જવાનું એવોઇડ કરો અને જે તમે લાગે છે શરદી ખાંસી ઘરમાં કોઈને થયું છે તો નજીકના આરોગ્ય કેન્દ્રને ત્યાંથી સારવાર લેવી અને વધારે હોય તો આપણા મોટી સર ટી હોસ્પિટલમાં પણ સારવાર લેવી અને ખાવા પીવામાં ખાસ ધ્યાન રાખજો કે રાત્રે હોય એ ઠંડી વસ્તુ આરોગવાની ટાળજો.
ખુલ્લા વાતાવરણમાં નીકળવું: ડૉ. આર કે સિંહાએ ખાસ ખાણીપીણી ઠંડી ઉપયોગ હાલમાં ના કરવા જણાવ્યું હતું. દિવસે ગરમીને પગલે ખુલ્લી હવામાં નીકળવું નુકશાનકારક બની શકે છે. બેવડી ઋતુમાં ઇન્ફેક્શન વાયરલ આર કરી શકે છે માટે હાલના સમયમાં સાચવવું જરૂરી બની જાય છે. આથી રાતની ઠંડીમાં અને ગરમીમાં બપોરે વધારે ખુલ્લી હવામાં બેવડી ઋતુ હોઈ ત્યાં સુધી રહેવાનું ટાળવું જોઈએ.
આ પણ વાંચો: