ETV Bharat / state

શું તમે ક્યારેય પેઠા પાનનો સ્વાદ માણ્યો છે? ભુજના વેપારી 20 ફ્લેવર્સના પેઠા પાનની ફેલાવે છે સુવાસ - PETHA PAAN IN BHUJ

શું તમે ક્યારેય પેઠા પાન વિશે સાંભળ્યું છે કે, તેનો સ્વાદ માણ્યો પણ છે? જી હા કચ્છમાં પેઠામાંથી બનાવવામાં આવેલ પાનની વિવિધ વેરાયટીઓ મળે છે.

ભુજના વેપારી 14 વર્ષથી 18થી 20 ફ્લેવર્સના પેઠા પાનની ફેલાવે છે સુવાસ
ભુજના વેપારી 14 વર્ષથી 18થી 20 ફ્લેવર્સના પેઠા પાનની ફેલાવે છે સુવાસ (Etv Bharat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Feb 7, 2025, 4:25 PM IST

ભૂજ: સ્વાદિષ્ટ ભોજન લીધા બાદ ઉપરથી પાન મળી જાય તો ચાર ચાંદ લાગી જાય છે. ભોજન બાદ પાન ખાવાના શોખીનો અનેક હોય છે તો કેટલાક લોકોને પાન ખાવાનું પસંદ તો હોય છે પરંતુ પાનમાં લગાવવામાં આવતા કાથાના કારણે મોઢું લાલ થઈ જતું હોય છે તે પસંદ નથી ત્યારે આવા લોકો માટે હર્બલ માઉથ ફ્રેશનર તરીકે પેઠા પાનની વિવિધ વેરાયટીઓ ભુજના સુવાસ પાનમાં બનાવવામાં આવે છે. આમ તો છેલ્લાં 59 વર્ષથી પાનનો વેપાર કરતા સુવાસ પાનના નિલેશભાઈ ઠક્કર 2011થી પેઠા પાનનો સ્વાદ કચ્છની જનતા અને કચ્છના પ્રવાસે આવતા પ્રવાસીઓને દાઢે લગાડી રહ્યા છે.

વર્ષ 1966થી ચલાવે છે પાનની દુકાન: નિલેશભાઈ ઠક્કરે પેઠા પાન અંગે વાતચીત કરતા જણાવ્યું હતું કે, વર્ષ 1966માં તેમના પિતા દયારામભાઈ ઠક્કરે ભુજના પ્રખ્યાત નાગર ચકલા ખાતે સુવાસ પાનની શરૂઆત કરી હતી. 1966થી 2023 સુધી નાગરચકલા મધ્યે દુકાન ચાલુ હતી અને આજે પણ ત્યાં નાની દુકાન ચાલુ છે અને 2023ના અંતમાં ભુજિયા ડુંગરની સામે આવેલા બીઝનેસ પાર્કમાં નવી દુકાન શરૂ કરી છે. આજે નિલેશભાઈ અને તેમનો દીકરો ઋષિ આ દુકાન સંભાળી રહ્યા છે.

18થી 20 ફ્લેવર્સના પેઠા પાનની ફેલાવે છે સુવાસ (Etv Bharat Gujarat)

પેઠાના લેયરમાંથી બનાવે છે પેઠા પાન: સામાન્ય રીતે કપૂરી પાન, બનારસી પાન, મગાઈ પાન, કલકતી પાન હોય તેવી રીતે પેઠા પાનમાં આગ્રાના જે પેઠા હોય છે તેવા પેઠાના લેયરમાંથી પાન બનાવવામાં આવે છે અને તેની અંદર માઉથ ફ્રેશનર તરીકે વરિયાળી, ટુટીફુટી, ગુલકંદ જેવો મસાલો નાખવામાં આવે છે અને સોપારી, ચૂનો કે કાથો ઉપયોગમાં લેવાતો નથી. પેઠા પાન સ્વીટ પાન જ હોય છે.

18થી 20 ફ્લેવર્સના પેઠા પાનની ફેલાવે છે સુવાસ

18 થી 20 જેટલી પેઠા પાનની વેરાયટીઓ: નિલેશભાઈ સાદો પેઠા પણ બનાવે છે જે જોવામાં બરફની લેયર જેવો અને પારદર્શક લાગે છે તેની સાથે સાથે તેઓ અન્ય 20 જેટલી વેરાયટીના પેઠા પાન બનાવે છે કે, જેમાં સાદા પેઠા પાનની ઉપર વિવિધ ફ્લેવર્સની ચોકલેટનું કોટિંગ કરવામાં આવે છે. પેઠા પાન ખાવામાં એકદમ સ્વાદિષ્ટ હોય છે અને એકવાર તેનો સ્વાદ માણ્યા બાદ તે વારંવાર ખાવાની ઇચ્છા પણ થતી હોય છે.

35થી 45 રૂપિયામાં મળે છે પેઠા પાન: પેઠા પાનમાં વિવિધ ફ્લેવર્સની વાત કરવામાં આવે તો ડાર્ક ચોકલેટ, સ્વિસ કોફી, બબલ ગમ, સ્ટ્રોબેરી, બ્લુબેરી, કેરેમલ, મિન્ટ, રેડ વેલ્વેટ, રસમલાઈ, રોઝ, મેંગો, ઓરેન્જ, ચોકો ઇક્લેર, પાઈનેપલ, બટરસ્કોચ, હેઝલનટ, પાન મસાલા જેવા ફ્લેવર્સમાં ઉપલબ્ધ હોય છે. સાદો પેઠા પાન 35 રૂપિયાથી શરૂ થાય છે અને બાકીના બીજા ફ્લેવર્સ 45 રૂપિયામાં મળી રહે છે.

પ્રથમ વખત જે પેઠા પાન ખાય છે તે આશ્ચર્ય અનુભવે છે: આ તમામ પેઠા પાનની માંગની વાત કરવામાં આવે તો દરેક લોકોની જુદી જુદી પસંદ હોય છે જેને ચોકલેટ ફ્લેવર્સ પસંદ હોય તે વિવિધ વેરાયટીના પેઠા પાન ખાવાનું પસંદ કરે છે. જેને ચોકલેટ પસંદ નથી તે રેગ્યુલર ટ્રેડિશનલ એટલે કે પ્લેન પેઠા પાન ખાવાનું પસંદ કરે છે. જ્યારે પ્રથમ વખત કોઈ પેઠા પાન ખાય છે ત્યારે તેમના ચેહરાના હાવભાવ પણ આશ્ચર્યજનક હોય છે અને તેઓ હંમેશા wow, amazing, so delicious શબ્દો બોલતા હોય છે.

એક પ્રકારનું હર્બલ માઉથ ફ્રેશનર: પેઠા પાનમાં પાનનો પતો હોતો નથી કારણ કે ઘણા લોકોને એમ હોય છે કે પાન ના ખવાય ત્યારે પેઠામાંથી બનતા આ પાનને નાની ઉંમરથી લઈને મોટી ઉંમરના વ્યક્તિ આરામથી ખાઈ શકે છે.આ પાનની અંદર કાથો, ચૂનો કે સોપારી નથી હોતી જેથી આ પાનનો સ્વાદ નાના બાળકો પણ માણી શકે છે. અમુક લોકોના મનમાં એમ હોય છે કે પાન ખાવાથી મોઢું લાલ થઈ જાય છે ત્યારે આ પેઠા પાન ખાવાથી કંઇ થતું નથી અને આ એક પ્રકારનું હર્બલ માઉથ ફ્રેશનર તરીકે ઓળખી શકાય.

3થી 4 દિવસ સુધી રહે છે આ પાન: પેઠા પાન સામાન્ય રીતે બહાર રહેતા નથી તેને ફ્રીઝની અંદર જ સ્ટોર કરવામાં આવે છે. આ પાનને ફ્રોઝન ફ્રીઝની અંદર હાઈ ટેમ્પરેચરમાં મૂકવામાં આવે છે. આ પેઠા પાન 2થી4 કલાક બહાર પડ્યા હોય તો કંઈ ખરાબ નથી થતું પરંતુ તેને જો તમે ઘરે લઈ જતા હો તો તેને ફ્રીઝમાં રાખવામાં આવે તો 3થી4 દિવસ તે સરળતાથી રહે છે. કચ્છના લોકો કચ્છથી બહાર જતા હોય છે ત્યારે તેમના મિત્રો, સગાસંબંધીઓ માટે તેમજ કચ્છ ફરવા આવતા પ્રવાસીઓ પરત જતી વખતે અચૂકપણે આ પાન પાર્સલ કરાવીને જતા હોય છે, ત્યારે 3થી 4 દિવસ સુધી આ પાનને કંઈ થતું નથી.

આ પણ વાંચો:

  1. મોઢે સ્વાદ રહી જાય એવું ઉંબાડિયું કેવી રીતે બને છે? એક ખાસ વનસ્પતિ બદલી નાખે છે આખા માટલાનો ટેસ્ટ
  2. ચટાકેદાર પ્રજાને ખ્યાલ નથી પોષણ કયા ભોજનમાં છે: સ્વાદ અને પોષણનો તફાવત શું ? જાણો

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.