અમદાવાદ/રાજકોટઃ સરકારે પાટીદાર અનામત આંદોલનના સમય કરેલા કેસ હવે પરત ખેંચવામાં આવ્યા છે એવી ટ્વિટ હાર્દિક પટેલ અને દિનેશ બાંભણિયાએ કરી હતી. જેના પર રાજનીતિ શરૂ થઈ ગઈ છે. આ મુદ્દે પાટીદાર અનામત આંદોલન સમિતિના પ્રમુખ ગીતાબેન પટેલે ઇટીવી ભારત સાથે ખાસ વાતચીત કરી હતી. આ ઉપરાંત ખોડલધામ મંદિર ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલની પણ પ્રતિક્રિયા સામે આવી છે.
આ મુદ્દે પાટીદાર અનામત આંદોલન સમિતિના મહિલા પ્રમુખ મુદ્દે ગીતા બેન પટેલે જણાવ્યું હતું. ગુજરાતમાં પાટીદાર આંદોલન દરમિયાન ગુજરાત ભરમાં વિરોધ થયો હતો. જેમાં કેટલાક પાટીદાર નેતાઓ સામે રાજદ્રોહ સહિતના કેસ નોંધાયા હતા. રાજદ્રોહ જેવી કલમો કોના પર નાખવી એ સરકારના દબાણથી કરવામાં આવી હતી. પોલીસ તંત્રએ પણ આવી કલમોનો દુરુપયોગ ન કરવો જોઈએ.
તેમણે કહ્યું કે, 2017 માં સરકારે જાહેરાત કરી હતી કે, પાટીદાર સમાજના તમામ કેસો પાછા લેવામાં આવશે વારંવાર સરકારે આવી રીતની જાહેરાત કરે છે અમુક વાર 10 કેસ પાછા લે છે, અમુક વાર 15 કેસ ખેંચે છે, અમુક વાર 9 કેસ વાપસ લે છે. તો ટુકડે ટુકડે કેસ પાછા ખેંચવાની જાહેરાત કરતા એક જ સાથે જ એટલા પણ પાટીદાર સમાજ પર કેસ થયા છે, એ જલ્દીથી જલ્દી પાછા ખેંચી લેવા જોઈએ. કારણ કે પાટીદાર અનામત આંદોલનમાં 900 થી વધારે એફઆઇઆર હતી અને આજ સુધી આમ કેસો પાછા ખેંચાયા નથી અને આજે 14 કેસોની જાહેરાત ટવીટની માધ્યમ દ્વારા કરવામાં આવી છે એ પણ હાલ બપોરે 3 વાગ્યા સુધીમાં વાત કરીએ છીએ ત્યાં સુધી ઓફિશિયલ નથી, સરકાના પ્રવક્તા દ્વારા કોઈ જાહેરાત કરવામાં આવી નથી.
ભાજપના પ્રવક્તા દ્વારા કે સરકાર દ્વારા કોઈ જાહેરાત આ મુદ્દે કરવામાં આવી નથી માત્ર ને માત્ર ભાજપના ધારાસભ્ય ટ્વિટ કરે એ સરકારની જાહેરાત થઈ કે પરિપત્ર બહાર પાડ્યો એ ના કહેવાય સરકાર જો જાહેરાત કરે તો જ હું આ કેસને સાચા માનીશ.(જોકે આ વાતચીત પછી થોડા સમયમાં સરકાર દ્વારા સત્તાવાર જાહેરાત કરાઈ છે.)
તેમણે વધું જણાવ્યું હતું કે, આજે પણ પટેલોમાં આ મુદ્દે રોષ છે કારણ કે, જેવી રીતનો વ્યવહાર પાટીદારના લોકો ઉપર 2015માં કરવામાં આવ્યું હતું. એની યાદ હજી લોકોના દિલમાં છે. પાટીદારો ઉપર લાગેલા ચાર્જ કરવામાં આવી છે. ફાયરિંગ કરવામાં આવી અને ઘણા બધા કેસો કરવામાં આવ્યા તે પોતાના હાથની લડાઈ લડતા હતા અને પોલીસ એમના પર અત્યાચાર કર્યા હતા એ આજ સુધી લોકોને યાદ છે. એટલે અમારી માંગ છે કે, પાટીદારો પર લાગેલા બધા કેસ તરત જ પાછા લેવા જોઈએ. મને એવું લાગે છે કે, આવનારા ઇલેક્શનમાં ફાયદો ઉઠાવવા માટે આવું કાર્ય ભાજપ સરકાર કરી શકે છે.
પાટીદાર અનામત આંદોલન સમયે થયેલા કેસ પરત ખેંચાવા મુદ્દે ખોડલધામ મંદિર ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલની પ્રતિક્રિયા પણ સામે આવી છે. અનામત આંદોલન સમયે પાટીદાર દીકરા-દીકરીઓ પર જુદા જુદા જિલ્લાઓમાં પોલીસ કેસ રજીસ્ટર્ડ કરવામાં આવ્યા હતા. શરૂઆતથી જ ખોડલધામ ટ્રસ્ટ દ્વારા અનામત આંદોલન કેસો પરત ખેંચવા પ્રયાસો કર્યા હતા. સરકાર સાથે તાલમેલ કરી પ્રયાસો કરતા આખરે પરિણામ મળ્યું છે. રાજ્ય સરકાર અને ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા તમામ કેસો પરત ખેંચવામાં આવ્યા છે. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને સરકાર ખુબ ખુબ આભાર વ્યક્ત કરું છું. સરકાર દ્વારા જે નિર્ણય લેવાયો તેમાં પાટીદાર દીકરા દીકરીઓને રાહત મળશે.