ETV Bharat / bharat

પુણેમાં GBS વકર્યો : વધુ 5 શંકાસ્પદ કેસ નોંધાયા, કુલ સંખ્યા વધીને 197 થઈ - GBS CASES IN PUNE

પુણેમાં ફેલાયેલો ગિલિયન-બેરે સિન્ડ્રોમ વકર્યો છે. હાલમાં જ પાંચ નવા કેસ નોંધાતા, જિલ્લામાં શંકાસ્પદ કેસની કુલ સંખ્યા વધીને 197 થઈ ગઈ છે.

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર (IANS)
author img

By ETV Bharat Gujarati Team

Published : Feb 12, 2025, 2:46 PM IST

મહારાષ્ટ્ર : આરોગ્ય વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર મહારાષ્ટ્રના પુણે પ્રદેશમાં ગિલિયન-બેરે સિન્ડ્રોમના (GBS) શંકાસ્પદ અને પુષ્ટિ થયેલા કેસોની સંખ્યા 197 પર પહોંચી ગઈ છે. આ દુર્લભ નર્વ ડિસઓર્ડરના વધુ પાંચ દર્દીઓ મળી આવ્યા છે. આરોગ્ય વિભાગના એક અધિકારીએ મંગળવારે જણાવ્યું હતું કે, અહીંના પાંચ દર્દીઓમાંથી બે નવા કેસ છે અને ત્રણ પાછલા દિવસના છે.

GBS ના કેસ વધ્યા : આરોગ્ય વિભાગ તરફથી એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, 197 કેસમાંથી 172 માં GBS નું નિદાન કરવામાં આવ્યું છે. ઓછામાં ઓછા 40 દર્દીઓ પુણે મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારના છે, 92 પીએમસીમાં નવા ઉમેરાયેલા ગામોમાંથી, 29 પિંપરી ચિંચવડ સિવિલ લિમિટના, 28 પુણે ગ્રામીણ અને આઠ અન્ય જિલ્લાના છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, 104 દર્દીઓને રજા આપવામાં આવી છે, જ્યારે 50 આઈસીયુમાં છે અને 20 વેન્ટિલેટર સપોર્ટ પર છે. આ પ્રદેશમાં જીબીએસના કારણે શંકાસ્પદ મૃત્યુની સંખ્યા સાત પર યથાવત છે.

શું છે GBS ? GBS એક દુર્લભ સ્થિતિ છે, જેમાં વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિ પેરિફેરલ ચેતાતંત્ર પર હુમલો કરે છે, પરિણામે સ્નાયુઓની નબળાઈ, પગ અને/અથવા હાથમાં સંવેદના ગુમાવવી, તેમજ ગળવા અથવા શ્વાસ લેવામાં તકલીફ થાય છે. જોકે સરકારી સૂત્રોએ કહ્યું છે કે ગભરાવાની જરૂર નથી.

  1. મહારાષ્ટ્રમાં GBS ફાટી નીકળ્યો, 7ના મોત, અન્ય રાજ્યોમાં પણ ફેલાવો
  2. જામનગરમાં દિવાળી બાદ રોગચાળો વકર્યો, ડેન્ગ્યૂના કેસમાં ઉછાળો

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.