ETV Bharat / state

સુરત: લૂંટારૂઓએ ઘરમાં ઘુસી પતિને બાંધ્યો, પછી પત્ની સાથે સામુહિક દુષ્કર્મ આચર્યું, બાદમાં લૂંટ ચલાવી ફરાર - SURAT LOOT GANG RAPE CASE

પતિ-પત્નીને ધમકાવી પતિને નીચેના રૂમમાં બંધક બનાવી બે ઈસમોએ ધાબા પર પત્ની સાથે સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું.

સુરતમાં લૂંટ ગેંગરેપની ઘટના
સુરતમાં લૂંટ ગેંગરેપની ઘટના (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Feb 14, 2025, 10:45 PM IST

સુરત: સુરતના પુણા વિસ્તારમાં હચમચાવી નાખે તેવી ઘટના બની છે. પુણા વિસ્તારની એક સોસાયટીમાં ત્રણ ઈસમો એક ઘરમાં ઘુસી ગયા હતા. જ્યાં હાજર પતિ-પત્નીને ધમકાવી પતિને નીચેના રૂમમાં બંધક બનાવી બે ઈસમોએ ધાબા પર મહિલા સાથે સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું. અને ત્યારબાદ રોકડ અને દાગીનાની લૂંટ ચલાવી ત્યાંથી ફરાર થઈ ગયા હતા. ઘટના મામલે પોલીસે તપાસ કરી હતી. જેમાં ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપીઓ ભાવનગર તરફ નાસી છૂટ્યા હતા, જેથી વરાછા પોલીસે બે આરોપીને ભાવનગર ખાતેથી ઝડપી પાડ્યા હતા.

સુરતમાં લૂંટ ગેંગરેપની ઘટના (ETV Bharat Gujarat)

ઘરમાં ઘુસીને મહિલા સાથે ગેંગ રેપની ઘટના
સુરતના પુણાગામ વિસ્તારમાં આવેલી એક સોસાયટીમાં ખૂબ જ ગંભીર પ્રકારની ઘટના પ્રકાશમાં આવી છે. ગીતા નગર સોસાયટીમાં રહેતા પતિ-પત્ની રાત્રિ દરમિયાન પોતાની રૂમમાં હતા. તે દરમિયાન અચાનક જ મોઢા પર કપડું બાંધેલા ત્રણ જેટલા ઇસમો રૂમની અંદર ઘસી આવ્યા હતા. ત્યાં હાજર પતિ-પત્નીને ચપ્પુ બતાવી ડરાવી દીધા હતા. ત્યારબાદ પતિના હાથ પગ બાંધી બંધક બનાવી પત્નીને ઢસડીને બે ઇસમો ધાબા પર લઈ ગયા હતા. જ્યાં બંનેએ મહિલા સાથે સામુહિક દુષ્કર્મ આચર્યું હતું. ત્યારબાદ આ ત્રણેય દંપતીના રૂમ પર આવ્યા અને ત્યાં રહેલા રોકડા 35000 અને દાગીના મળી 60 હજારની લૂંટ કરી ત્યાંથી ફરાર થઈ ગયા હતા. મહત્વનું છે કે આ વિસ્તારમાં કારખાના આવેલા છે, જેથી મહિલાની બૂમો કોઈને સંભળાય પણ નહીં હોય. જેથી આસપાસના કોઈપણ લોકોને આ બાબતની જાણ પણ ન થઈ.

સુરતમાં લૂંટ ગેંગરેપની ઘટના
સુરતમાં લૂંટ ગેંગરેપની ઘટના (ETV Bharat Gujarat)

સીસીટીવીના આધારે આરોપીઓની ઓળખ
ઘટનાને પગલે પતિ-પત્નીએ પુણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જે દરમિયાન પોલીસે તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન સીસીટીવીમાં આ ત્રણેય ઈસમો રૂમની અંદર જતા અને બહાર નીકળતા દેખાઈ રહ્યા હતા. પોલીસે તમામ પુરાવાઓ એકત્ર કર્યા હતા. ત્યારબાદ ત્રણેય આરોપીની શોધખોળ શરૂ કરવામાં આવી હતી. આ તપાસમાં પુણા પોલીસ, વરાછા પોલીસ તેમજ સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચ પોલીસ પણ જોતરાઈ હતી.

ભાવનગરથી બે આરોપી ઝડપાયા
સુરતની વરાછા પોલીસને બાતમી મળી હતી કે લૂંટ અને દુષ્કર્મના આરોપીઓ ભાવનગર તરફ ગયા છે. જેથી વરાછા પીઆઈ આર.બી ગોજીયા અને તેમની ટીમ વેશ પલટો કરી અને ભાવનગર પહોંચી હતી. ત્યાં જઈને શોધખોળ કરતા બે આરોપીઓને ઝડપી પાડ્યા હતા. હાલ પોલીસે આ બંને આરોપીને ઝડપી પાડ્યા છે અને ત્રીજા આરોપીની શોધખોળ શરૂ કરી છે.

આ પણ વાંચો:

  1. તેની આંખો મગજમાંથી જતી નહોતીઃ હેડ કોન્સ્ટેબલની સંવેદનશીલતાએ અમદાવાદ-વડોદરા વચ્ચેના મર્ડર કેસને કર્યો સોલ્વ
  2. કચ્છઃ ચૂંટણી પહેલા રૂ. 500ની નોટોની વહેંચણી, વાયરલ Video બાદ વિપક્ષોની ચૂંટણી પંચને ફરિયાદ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.