બીજી વાર વર્લ્ડ કપ ઉઠાવવા માટે ભારતીય ટીમ તૈયાર, અંડર 19 વર્લ્ડ - કપ સેમિફાનલ અહીં જુઓ ફ્રી માં લાઈવ - WOMENS U19 T20 WORLD CUP SEMIFINAL
ICC મહિલા U19 T20 વર્લ્ડ કપ 2025 સેમિફાઇનલમાં ભારત - ઇંગ્લેન્ડ આજે કુઆલાલંપુરમાં આમને સામને. અહીં જુઓ લાઈવ મેચ...


Published : Jan 31, 2025, 11:03 AM IST
|Updated : Jan 31, 2025, 11:10 AM IST
હૈદરાબાદ: ભારતીય મહિલા અંડર-19 ક્રિકેટ ટીમ 31 જાન્યુઆરીએ એટલે કે આજે કુઆલાલંપુરના બાયુમાસ ઓવલ ખાતે આઈસીસી મહિલા અંડર-19 ટી20 વર્લ્ડ કપ સેમિફાઇનલમાં ઈંગ્લેન્ડ સામે ટકરાશે.
ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારતે તેની ચારેય મેચ જીતીને સુપર સિક્સ ગ્રુપમાં ટોચનું સ્થાન મેળવ્યું હતું, જ્યારે ઇંગ્લેન્ડ સુપર સિક્સ ગ્રુપ 2 માં બીજા સ્થાને રહ્યું હતું કારણ કે તેની ચારમાંથી બે મેચ કોઈ પરિણામ વિના સમાપ્ત થઈ હતી.
હાલ ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા પ્રથમ સેમિફાઇનલમાં મેચ ચાલી રહી છે, જેમાં દક્ષિણ આફ્રિકા જીતને આરે છે. માટે જો ભારત આ સેમિફાઇનલ મેચ જીતે છે તો ફાઇનલમાં દક્ષિણ આફ્રિકા સામે જોવા મળશે.
Who's booking a place in the #U19WorldCup 2025 Final? 🏆
— ICC (@ICC) January 31, 2025
How to watch ➡️ https://t.co/L2wtDy3GZm pic.twitter.com/IbrJxloFxo
ભારત- ઇંગ્લેન્ડ અંડર-19 ટી20 વર્લ્ડ કપ સેમિ-ફાઇનલ મેચની વિગતો
- ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે મહિલા અંડર-19 ટી20 વર્લ્ડ કપ સેમિફાઇનલ મેચ ક્યારે રમાશે?
- ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે મહિલા અંડર-19ટી20 વર્લ્ડ કપની સેમિફાઇનલ મેચ શુક્રવાર, 31 જાન્યુઆરીના રોજ રમાશે.
- ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે મહિલા અંડર-19 ટી20 વર્લ્ડ કપ સેમિફાઇનલ મેચ ક્યાં રમાશે?
- ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે મહિલા અંડર-19 ટી20 વર્લ્ડ કપની સેમિફાઇનલ મેચ કુઆલાલંપુરના બાયુમાસ ઓવલ ખાતે રમાશે.
- ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે મહિલા અંડર-19 ટી20 વર્લ્ડ કપ સેમિફાઇનલ મેચ કેટલા વાગ્યે શરૂ થશે?
It's #U19WorldCup semi-final day 🏆
— ICC (@ICC) January 30, 2025
Find out how you can watch the day's action here ➡️ https://t.co/L2wtDy3GZm pic.twitter.com/HuyznUqQkV
- ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે મહિલા અંડર-19 ટી20 વર્લ્ડ કપની સેમિફાઇનલ મેચ ભારતીય સમય મુજબ બપોરે 12:00 વાગ્યે શરૂ થશે.
- ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની વર્લ્ડ કપ સેમિફાઇનલ મેચ ભારતમાં ડિઝની+હોટસ્ટાર એપ અને વેબસાઇટ પર લાઇવ સ્ટ્રીમ કરવામાં આવશે. ચાહકો ફ્રી માં આ મેચનો આનદ માણી શકે છે.
મેચ માટેની બંને ટીમો:
ભારત: નિકી પ્રસાદ (કેપ્ટન), સાનિકા ચાલકે, જી ત્રિશા, કમલિની જી, ભાવિકા આહિરે, ઈશ્વરી અવસરે, મિથિલા વિનોદ, જોશીતા વીજે, સોનમ યાદવ, પારુણિકા સિસોદિયા, કેસરી દ્રષ્ટિ, આયુષી શુક્લા, આનંદિતા કિશોર, એમડી શબનમ, વૈષ્ણવી એસ.
#U19WorldCup Semi Final Is Upon Us 🚨
— BCCI Women (@BCCIWomen) January 30, 2025
🗓️ 31st January, 2025
🆚 England
⏰ 12:00 PM IST#TeamIndia | #INDvENG pic.twitter.com/PQEXfxWN8p
ઇંગ્લેન્ડ: એબી નોર્ગ્રોવ (કેપ્ટન), ફોબી બ્રેટ, ઓલિવિયા બ્રિન્સડેન, ટિલી કોર્ટને-કોલમેન, ટ્રુડી જોહ્ન્સન, કેટી જોન્સ, ચાર્લોટ લેમ્બર્ટ, ઇવ ઓ'નીલ, ડેવિના પેરિન, જેમિમા સ્પેન્સ, ચાર્લોટ સ્ટબ્સ, અમુરુથા સુરેનકુમાર, પ્રિશા થાનાવાલા, એરિન થોમસ , ગ્રેસ થોમ્પસન.
વધુ આગળ વાંચો: