અમદાવાદ : આજે 26 ફેબ્રુઆરી, બુધવારના રોજ ચંદ્ર મકર રાશિમાં છે. આ રાશિફળમાં આપણે જાણીશું કે કઈ રાશિના જાતકોનું આજનો દિવસ સારો રહેશે. કાર્યક્ષેત્રમાં બધી બાર રાશિઓનો દિવસ કેવો પસાર થશે. કોને મળશે પાર્ટનરનો સાથ. આજનું રાશિફળ ચંદ્ર પર આધારિત છે.
મેષ: આજે ચંદ્ર મકર રાશિમાં છે. આપની રાશિથી દશમ ભાવમાં ચંદ્ર રહેશે. પરિવાર અને બાળકો તરફથી આપ ખુશી અને સંતોષ મેળવી શકશો. આપ મિત્રો અને સગા – સંબંધીઓથી ઘેરાયેલા રહેશો. ધંધા અને વ્યવસાય માટે બહાર જવાનું થાય અને આપની મુસાફરી ફાયદાકારક રહે. વ્યવસાયમાં આપ રૂપિયા તેમ જ માનપાન મેળવી શકશો. નોકરીમાં બઢતી મળી શકે. આપને ચેતવવામાં આવે છે કે આપે પાણી, અગ્નિ અને અકસ્માતથી સંભાળવુ પડશે. કામનું ભારણ વધારે રહેશે.
વૃષભ: આજે ચંદ્ર મકર રાશિમાં છે. આપની રાશિથી નવમ ભાવમાં ચંદ્ર રહેશે. આજનો દિવસ વેપારી વર્ગ માટે સારો જણાઇ રહ્યો છે. તેઓ નવી યોજનાઓ બનાવી શકશે. નવા વ્યવસાયમાં પણ તેમને આર્થિક લાભ થવાની શક્યતા છે. જેમના મિત્રો વિદેશમાં રહેતા હશે તેમના સમાચાર મળતા આનંદ અનુભવશો. આપે લાંબો પ્રવાસ ખેડવો પડે તેવી શક્યતા છે. આપ કોઇ ધાર્મિક સ્થળે દર્શન માટે જાવ તેવી પણ શક્યતા છે. કામના વધુ પડતા ભારણને કારણે આપ થાક અને કંટાળો અનુભવશો.
મિથુન: આજે ચંદ્ર મકર રાશિમાં છે. આપની રાશિથી અષ્ટમ ભાવમાં ચંદ્ર રહેશે. આજે આપને નિષેધાત્મક વિચારોથી વેગળા રહેવાની સલાહ આપવામાં આવે છે. નવા કાર્યનો આરંભ કે રોગપચાર માટે નવી સારવાર શરૂ કરવી હિતાવહ નથી. ગુસ્સાની લાગણીને કાબુમાં રાખી વ્યવહારુ અભિગમ અપનાવતા શીખવું પડશે. વધુ પડતો ખર્ચ આપને નાણાંભીડ કરાવી શકે છે. સરકાર વિરોધી પ્રવૃત્તિઓથી દૂર રહવું. પરિવારજનો અથવા તો સહકર્મચારીઓ સાથે મનદુ:ખ કે વિવાદના પ્રસંગ ટાળવા માટે જેટલો આત્મસંયમ રાખશો એટલા વધુ ફાયદામાં રહેશો. શક્ય તેટલા નિષેધાત્મક વિચારોથી દૂર રહેવું. તબિયત સંભાળવી. આધ્યાત્મ અને ઇશ્વરની પ્રાર્થનાથી રાહત મળે.
કર્ક: આજે ચંદ્ર મકર રાશિમાં છે. આપની રાશિથી સપ્તમ ભાવમાં ચંદ્ર રહેશે. આજે આપનો સમગ્ર દિવસ મોજશોખ અને મનોરંજનની પ્રવૃત્તિઓમાં પસાર થશે. વિજાતીય વ્યક્તિઓથી મિલન મુલાકાત યોજાય. મોજશોખના સાધનો, વસ્ત્રો વગેરેની ખરીદી થાય. પ્રેમીજનોને પ્રણયમાં સફળતા મળે. ઉત્તમ ભોજન મળે વાહનસુખ અને પ્રતિષ્ઠામાં વધારો થાય. જાહેર સન્માન મળે. વ્યવસાય ક્ષેત્રે લાભદાયી દિવસ નીવડે. તંદુરસ્તી સારી રહે. ઉત્તમ દાંપત્ય સુખની પ્રાપ્તિ થાય.
સિંહ: આજે ચંદ્ર મકર રાશિમાં છે. આપની રાશિથી ષષ્ટમ ભાવમાં ચંદ્ર રહેશે. આપનો આજનો દિવસ મધ્યમ ફળ આપનાર હશે. ઘરમાં પરિવારના સભ્યો સાથે આજે સંભાળીને વર્તવું. જેથી સંઘર્ષ ટાળી શકાય. રોજિંદા કામોમાં પણ કંઇક નડતર આવ્યા કરે જેના કારણે કામો વિલંબથી થાય. નોકરીમાં ઉચ્ચ અધિકારીઓ સાથે વાદવિવાદમાં પડવું નહીં. આજે વધુ પરિશ્રમ કર્યા બાદ પણ ફળ ધાર્યા મુજબ ન મળો તો પણ મન પર ના લેવાની સલાહ છે. બીજા લોકો પર વહેમ અને શંકાઓમાં પડવું નહીં. શત્રુઓથી સાવચેત રહેવું. માતૃપક્ષ સંબંધિત બાબતોમાં વધુ સમય આપવો પડશે.
કન્યા: આજે ચંદ્ર મકર રાશિમાં છે. આપની રાશિથી પંચમ ભાવમાં ચંદ્ર રહેશે. આજના દિવસે આપને વાટાઘાટો અને ચર્ચાથી દૂર રહેવાની સલાહ આપવામાં આવે છે. આકસ્મિક ધનખર્ચની શક્યતા છે. વિદ્યાર્થીઓને વિદ્યાભ્યાસમાં વિલંબ થઈ શકે છે અથવા એકાગ્રતાની ફરિયાદ થઈ શકે છે. પ્રિયજન સાથેની મુલાકાતથી આનંદ થાય. પેટની તકલીફો હોય તેમણે સાચવવું. શેરસટ્ટાથી સાવધાન રહેવું. મનમાં ચિંતા અને ઉદ્વેગ ઘટાડવા માટે મનોરંજનની પ્રવૃત્તિઓમાં રુચિ લેવાની સલાહ છે.
તુલા: આજે ચંદ્ર મકર રાશિમાં છે. આપની રાશિથી ચતુર્થ ભાવમાં ચંદ્ર રહેશે. આજના દિવસે આપ વધુ પડતા લાગણીશીલ બનશો. વધુ પડતા વિચારો આપને માનસિક રીતે થોડાં અસ્વસ્થ કરશે. માતા અને સ્ત્રી સંબંધિત બાબતોમાં તમારે વધુ ધ્યાન આપવું પડશે અને કદાચ તેમને વધુ સમય પણ આપવો પડશે. મુસાફરી માટે આજનો દિવસ અનુકૂળ નથી. પાણીથી સંભાળવું. પૂરતી ઊંઘ ન મળવાના કારણે માનસિક બેચેની અનુભવો માટે આરામને મહત્ત્વ આપજો. કૌટુંબિક કે જમીન મિલકતને લગતી ચર્ચાઓમાં સાવધાનીપૂર્વક વર્તવું.
વૃશ્ચિક: આજે ચંદ્ર મકર રાશિમાં છે. આપની રાશિથી તૃતીય ભાવમાં ચંદ્ર રહેશે. નવા કાર્યની શરૂઆત માટે આજે અનુકૂળ દિવસ હોવાનું જણાઈ રહ્યું છે. સમગ્ર દિવસ દરમ્યાન ચિત્તની પ્રસન્નતાનો અનુભવ કરો. ભાઇભાંડુઓ સાથે ઘરની બાબતમાં અગત્યની ચર્ચા કરો અને આનંદપૂર્વક સમય પસાર થાય. આર્થિક લાભ અને ભાગ્યવૃદ્ધિના યોગ છે. મિત્રો સાથે મુલાકાત થાય. કાર્ય સફળતા મળે. ટૂંકી મુસાફરી થવાના યોગ છે.
ધન: આજે ચંદ્ર મકર રાશિમાં છે. આપની રાશિથી દ્વિતિય ભાવમાં ચંદ્ર રહેશે. દ્વિધાયુક્ત મનોસ્થિતિ વચ્ચે આજે કૌટુંબિક માહોલમાં પણ તણાવનો અહેસાસ થઈ શકે છે. આવી સ્થિતિમાં દરેક વ્યક્તિ સાથે અને દરેક સ્થિતિમાંતમારું વર્તન નિષ્પક્ષ અને વ્યવહારું રાખવું પડશે. વધુ ધન ખર્ચની શક્યતા હોવાથી પૂર્વતૈયારી રાખવી. વિલંબથી કાર્યો પૂરા થાય. અગત્યનો કોઇ નિર્ણય લેવો આજે હિતાવહ નથી. કુટુંબીજનો સાથે ગેરસમજ ટાળવાના પ્રયાસ કરવો પડશે. દૂર વસતા મિત્ર કે સ્નેહીના સમાચાર કે સંદેશવ્યવહાર આપને લાભદાયી નીવડશે.
મકર: આજે ચંદ્ર મકર રાશિમાં છે. આપની રાશિથી પ્રથમ ભાવમાં ચંદ્ર રહેશે. આપની આજની સવાર ઇશ્વરના નામ સ્મરણમાં પસાર થાય. પાઠ પૂજા ધાર્મિક કાર્ય કરો. આજે નોકરી- વ્યવસાયમાં પણ આપના માટે અનુકૂળ પરિસ્થિતિ સર્જાશે. આપનું દરેક કાર્ય સરળતાથી પૂર્ણ થાય. માન- સન્માન મળે. ઓફિસમાં ઉપરી અધિકારીઓની કૃપાદૃષ્ટિ રહે. નોકરીમાં બઢતીના યોગ છે. મિત્રો- સ્નેહીઓ તરફથી ભેટસોગાદ મળવાથી આનંદ થાય. ગૃહસ્થજીવન આનંદપૂર્ણ રહે. આરોગ્ય સારું રહે. સામાન્ય પડવા વાગવાથી સંભાળવું.
કુંભ: આજે ચંદ્ર મકર રાશિમાં છે. આપની રાશિથી દ્વાદશ ભાવમાં ચંદ્ર રહેશે. આજે આપને સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકાર ન રહેવાની સલાહ આપવામાં આવે છે. આજે આપની માનસિક સ્વસ્થતા ઓછી હોય. કોર્ટ કચેરી જમીનની ઝંઝટમાં ન પડવું. ખોટી જગ્યાએ મૂડી રોકાણ ન થાય તેનું ધ્યાન રાખવું. કુટુંબમાં સભ્યો વિરોધી વર્તન કરે તેવું બને. પારકી કડાકૂટમાં ન પડવાની સલાહ આપવામાં આવે છે. અકસ્માતથી સંભાળવું. ગુસ્સાને કાબુમાં રાખવો. ધનખર્ચના યોગ છે.
મીન: આજે ચંદ્ર મકર રાશિમાં છે. આપની રાશિથી એકાદશ ભાવમાં ચંદ્ર રહેશે. આજે આપ કુટુંબ અને સામાજિક બાબતોમાં વધારે પ્રવૃત્ત રહેશો. મિત્રોથી મુલાકાત અને લાભ મળે તો મિત્રો પાછળ નાણા ખર્ચવા પણ પડશે. સુંદર સ્થળે પ્રવાસ પર્યટનની શક્યતા ઉભી થાય. નોકરી, વ્યવસાય, કૌટુંબિક આર્થિક એમ દરેક ક્ષેત્રમાં આજે લાભ થવાનો દિવસ છે. સ્ત્રી મિત્રોની મુલાકાત થાય. જીવનસાથીની શોધમાં હોય તેવા યુવક- યુવતીઓને મનપસંદ પાત્ર મળશે.