ETV Bharat / entertainment

વિવાદાસ્પદ ટિપ્પણી કેસમાં સાઉથ અભિનેત્રી કસ્તુરીને જેલ, 29 નવેમ્બર સુધી રહેશે જેલમાં - ACTRESS KASTHURI SHANKAR

તેલુગુ સમુદાય પર વિવાદાસ્પદ નિવેદન કરવા બદલ અભિનેત્રી કસ્તુરી શંકરની ધરપકડ કરીને જેલમાં મોકલી દેવામાં આવી છે.

વિવાદાસ્પદ ટિપ્પણી કેસમાં સાઉથ અભિનેત્રી કસ્તુરીની ધરપકડ
વિવાદાસ્પદ ટિપ્પણી કેસમાં સાઉથ અભિનેત્રી કસ્તુરીની ધરપકડ (Etv Bharat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 17, 2024, 11:00 PM IST

ચેન્નાઈઃ સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની અભિનેત્રી કસ્તુરી શંકરે તાજેતરમાં ચેન્નાઈમાં હિન્દુ પીપલ્સ પાર્ટી દ્વારા આયોજિત વિરોધ પ્રદર્શનમાં ભાગ લીધો હતો. આ દરમિયાન તેણે દ્રવિડિયન અને તેલુગુ સમુદાય વિશે કથિત રીતે અપમાનજનક ટિપ્પણી કરી હતી. તેમની વિવાદાસ્પદ ટિપ્પણીનો વિવિધ રાજકીય પક્ષોએ જોરદાર વિરોધ કર્યો હતો. ચારેબાજુ વિરોધ બાદ અભિનેત્રી કસ્તુરીએ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા અફસોસ વ્યક્ત કરી હતી..

જોકે, આ મામલે ઓલ ઈન્ડિયા તેલુગુ ફેડરેશને ચેન્નાઈના એગ્મોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી અને અભિનેત્રી કસ્તુરી વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરી હતી. ફરિયાદના આધારે, અભિનેત્રી વિરુદ્ધ એગમોર પોલીસ સ્ટેશનમાં BNSની વિવિધ કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો.

વિવાદાસ્પદ ટિપ્પણી કેસમાં સાઉથ અભિનેત્રી કસ્તુરીની ધરપકડ
વિવાદાસ્પદ ટિપ્પણી કેસમાં સાઉથ અભિનેત્રી કસ્તુરીની ધરપકડ (Etv Bharat)

પોલીસના જણાવ્યા અનુસાર, જ્યારે પોલીસની ટીમ આ કેસની તપાસ માટે અભિનેત્રી કસ્તુરીના ઘરે તેને બોલાવવા ગઈ તો તેમને તેના ઘરનું તાળું તૂટેલું જોવા મળ્યું અને તેનો મોબાઈલ ફોન પણ બંધ હતો. આ પછી, ફરાર અભિનેત્રી કસ્તુરીને પકડવા માટે પોલીસની બે વિશેષ ટીમો બનાવવામાં આવી હતી.

પોલીસને માહિતી મળી હતી કે તે હૈદરાબાદમાં તેના ઘરે ગઈ હતી અને ત્યાં છુપાયી હતી. પોલીસની ટીમ હૈદરાબાદ ગઈ અને ત્યાં શોધખોળ કરી. પરંતુ પોલીસને ખબર પડી કે તેનું હૈદરાબાદ સ્થિત ઘર પણ બંધ છે.

ચેન્નાઈ પોલીસની ટીમો હૈદરાબાદ અને આંધ્રપ્રદેશમાં અભિનેત્રીને શોધી રહી હતી અને શનિવારે હૈદરાબાદમાં અભિનેત્રી કસ્તુરીની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ અભિનેત્રીને ચેન્નાઈ લાવવામાં આવી અને સરકારી હોસ્પિટલમાં તેની મેડિકલ તપાસ કરવામાં આવ્યું. આ પછી પોલીસે તેને એગમોર પોલીસ સ્ટેશન લાવીને પૂછપરછ કરી. બાદમાં અભિનેત્રી કસ્તુરીને એગમોર કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી. કેસની સુનાવણી બાદ ન્યાયાધીશે અભિનેત્રીને 29 નવેમ્બર સુધી ન્યાયિક કસ્ટડીમાં રાખવાનો આદેશ આપ્યો છે. આ પછી તેને ચેન્નાઈ નજીક સ્થિત પુઝલ જેલમાં કેદ કરવામાં આવી હતી.

આ પણ વાંચો:

  1. WATCH: અલ્લુ અર્જુન-રશ્મિકા મંદાના 'પુષ્પા 2: ધ રૂલ'ના ટ્રેલર લોન્ચ માટે પટના પહોંચ્યા, તેમનું જોરદાર સ્વાગત થયું
  2. તેલુગુ સમુદાય પર નિવેદન આપીને બરાબરની ફસાઈ સાઉથની આ અભિનેત્રી, થઈ ધરપકડ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.