અંબાજીમાં નવમાં નોરતે ઉમટી હતી ખેલૈયાઓની ભીડ - Latest news of banaskantha
🎬 Watch Now: Feature Video
અંબાજીઃ સોમવારે નવરાત્રીની પુર્ણાહુતી થઈ છે. નવરાત્રીની છેલ્લી રાત્રી એટલે કે નવમાં નોરતે ખેલૈયોથી અંબાજી મંદિરનું ચાચરચોક હિલોળે ચડ્યું હતું. ચાચરચોકમાં ખેલૈયાઓએ ગરબાની રમઝટ બોલાવવાની હતી. એટલું જ નહીં મા અંબાનો ચાચરચોકમાં ખેલૈયાઓની ભારે ભીડ જોવા મળી હતી. છેલ્લુ નોરતુ હોવાથી અન્ય રાજ્યોમાંથી પણ શ્રદ્ધાળુઓ ચાચરચોકમાં ગરબાની મોજ માણવા માટે પહોંચ્યા હતા.સદ્ભાગ્યે 9 દિવસમાં કોઇપણ જાતનો અનિચ્છનીય બનાવ બન્યો ન હતો. મંડળના સભ્યએ જણાવ્યું હતું કે, ચોક્કસપણે કહી શકાય કે રાજ્યમાં અનેક જગ્યાએ વરસાદને કારણે ગરબાના આયોજન રદ્દ થયા હતાં. જેને લઈને આજુબાજુના ૩૦ કિલોમીટર વિસ્તારના ગામોના લોકો પણ અંબાજી ખાતે ગરબા જોવા માટે ઉમટ્યા હતા.