લીંબડી પેટા ચૂંટણીમાં કોળી સમાજના ઉમેદવારને ટિકિટ આપવાની માંગ સાથે કોળી સમાજે બેઠક યોજી - Koli Samaj candidate in Limbdi by election
🎬 Watch Now: Feature Video

સુરેન્દ્રનગર : ચુડા તાલુકાના છતરિયાળા ગામે લીંબડી પેટા ચૂંટણીને ધ્યાનમાં રાખીને કોળી સમાજની બેઠક યોજાઈ હતી. જેમાં ભાજપ પક્ષ દ્વારા કોળી સમાજના ઉમેદવારને ટિકિટ આપવાની માગ અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. કોળી સમાજના મતદારોની સંખ્યા વધુ હોવાથી દરેક રાજકીય પક્ષને કોળી સમાજની નોંધ લેવા આહ્વાન કર્યુ હતું. લીંબડી, ચુડા આને સાયલા તાલુકાના કોળી સમાજના આગેવાનો અને યુવાનો બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.